અમદાવાદ, 20 નવેમ્બરઃ Jio Financial Services (JFS) તેનો પહેલો બોન્ડ ઈશ્યુ લોન્ચ કરવાનું વિચારી રહી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.માંથી અલગ થયેલી જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ મર્ચન્ટ બેન્કર્સ સાથે વાટાઘાટ કરી નાણાકીય વર્ષ 2023-24ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ઇશ્યૂ લોન્ચ કરવાની યોજના ધરાવે છે.

રોઇટર્સે ચાર મર્ચન્ટ બેન્કોરને ટાંકીને રિપોર્ટ જારી કર્યો છે, જેમાં બેન્કર્સે કથિત રીતે જણાવ્યું હતું કે કંપની બોન્ડ ઇશ્યૂ દ્વારા ₹5,000 કરોડથી ₹10,000 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખી શકે છે. જેએફએસએ હજુ સુધી આ રિપોર્ટ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

ઉલ્લેખનીય છે કે, Jio Financial Sevicesએ ઓગસ્ટમાં સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટિંગ કરાવ્યું હતું. કંપની ભારતીય નાણાકીય સેવા ક્ષેત્રમાં બજાજ ફાઇનાન્સ જેવી ઝડપથી વિકસતી કંપનીઓ સામે સ્પર્ધાનો સામનો કરી રહી છે.

બેન્કર્સે જણાવ્યું હતું કે હાલમાં, કંપની ક્રેડિટ રેટિંગ અને અન્ય જરૂરી મંજૂરીઓ મેળવવાની પ્રક્રિયામાં છે. બે બેન્કરોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે બોન્ડ્સ જારી કરતા પહેલા JFS એ ટૂંકા ગાળાના કોમર્શિયલ પેપર ફાઇલ કરવા જ જોઈએ અને ઉમેર્યું હતું કે કંપનીએ તેની બેન્કની બોરોઈંગ લાઈન પણ જાળવી રાખવી પડશે.

“કંપની નવી હોવાથી તેના ડોક્યુમેન્ટેશન, રેગ્યુલેશનમાં સમય લાગી શકે છે. જે માર્ચના અંત સુધી પૂર્ણ થશે.” જેએફએસને પાંચ વર્ષથી વધુની પાકતી મુદતના બોન્ડ્સ જારી કરવાની પણ ભલામણ કરવામાં આવી છે. બાકી ક્રેડિટ રેટિંગ, રોકફોર્ટ ફિનકૅપના સ્થાપક અને મેનેજિંગ પાર્ટનર વેંકટકૃષ્ણન શ્રીનિવાસને રોઇટર્સને જણાવ્યું હતું કે JFS તેના “મજબૂત પ્રમોટર પેરેન્ટેજ”ના કારણે “AAA ક્રેડિટ રેટિંગ” મેળવશે.

20 નવેમ્બર આજે, BSE પર JFSનો શેર ₹215.60 પર બંધ થયો, જે આગલા દિવસના બંધ કરતાં 2.4 ટકા ઘટ્યો છે.