રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે બોમ્બે ક્રીમરીના લોન્ચ સાથે આઇસક્રીમ માર્કેટમાં વ્યૂહાત્મક પ્રવેશની જાહેરાત કરી
બેંગાલુરૂ, 2 સપ્ટેમ્બર 2026: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની FMCG પાંખ, રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (RCPL) આજે તેની નવી બ્રાન્ડ બોમ્બે ક્રીમરીના લોન્ચિંગની જાહેરાત કરી છે, જે દેશના ઝડપથી વધી રહેલા આઇસક્રીમ માર્કેટમાં તેના વ્યૂહાત્મક પ્રવેશને અંકિત કરે છે.
RCPLના રાષ્ટ્રીય વિતરણ માળખા, રિટેલ ક્ષમતા અને ગ્રાહક સમ્મિલિતતાના પીઠબળ સાથે, આ લોન્ચિંગ આ ક્ષેત્ર પરત્વે તેની ગંભીર અને લાંબાગાળાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તે એક કટિબદ્ધતાપૂર્ણ વચન પર આધારિત છે — ઓથેન્ટિક ડેરી સામગ્રી અને દર વખતે ગુણવત્તાસભર અનુભવ. ‘પોષાય તેવી કિંમતે વૈશ્વિક ગુણવત્તા’ના તેના વચનને વફાદાર રહીને, RCPLનો બોમ્બે ક્રીમરી પોર્ટફોલિયો અસલી ડેરી ક્રીમમાંથી નિર્મિત છે.
રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડના ડિરેક્ટર ટી કૃષ્ણકુમારે જણાવ્યું હતું કે, “અમે બોમ્બે ક્રીમરીની રચના એક એવા સરળ વિચાર સાથે કરી છે કે ડેરી પ્રોડક્ટ્સમાં શોર્ટકટ્સની જરૂર ન હોવી જોઈએ. RCPL માત્ર આઇસક્રીમ ક્ષેત્રમાં પ્રવેશ નથી કરી રહી — પરંતુ અમે તેના માટે કટિબદ્ધ છીએ. અસલી ડેરી ક્રીમમાંથી નિર્મિત, બોમ્બે ક્રીમરી પ્રોડક્ટ્સ દરેક ભારતીય પરિવારને કિફાયતી દરે, હંમેશા અસલી આઇસક્રીમના વાસ્તવિક સ્વાદના વચનની ખાતરી આપે છે.”
બોમ્બે ક્રીમરી આઇસક્રીમ રેન્જમાં કોન, કપ, ટબ, બાર અને સ્ટિક જેવા લોકપ્રિય ફોર્મેટમાં અસલી આઇસક્રીમની વિવિધ શ્રેણીનો સમાવેશ થાય છે, જેની કિંમત રૂ. 10થી શરૂ થાય છે. પશ્ચિમ ભારતમાં ત્વરિત ઉપલબ્ધતા સાથે શરૂ કરીને, બોમ્બે ક્રીમરી આઇસક્રીમ ટૂંક સમયમાં સમગ્ર ભારતમાં ઉપલબ્ધ કરાવાશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
