IPO Listing: IREDAના આઈપીઓનુ બમ્પર લિસ્ટિંગ, રોકાણકારોને નવ દિવસમાં 75 ટકા રિટર્ન
અમદાવાદ, 29 નવેમ્બરઃ ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિ. (IREDA)એ આજે બમ્પર લિસ્ટિંગ સાથે રોકાણકારોને મોજ કરાવી છે. રોકાણકારોને માત્ર નવ દિવસમાં 74.68 ટકા રિટર્ન મળ્યું છે. અર્થાત લોટદીઠ રૂ. 10764નો નફો મેળવ્યો છે.
BSE ખાતે આજે ઈરેડાએ રૂ. 32ની ઈશ્યૂ પ્રાઈસ સામે 56.25 ટકા પ્રીમિયમે 50ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યા બાદ વધી 55.90ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. 11.30 વાગ્યે 73.03 ટકા પ્રીમિયમે 55.37ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ઈરેડાના આઈપીઓ માટે ગ્રે માર્કેટમાં 38થી 40 ટકા પ્રીમિયમ ચાલી રહ્યા હતા. જેની સામે બમણા દરે લિસ્ટિંગ કરાવ્યું છે. ઈરેડાનો આઈપીઓ 21થી 23 નવેમ્બરે રૂ. 32ની ઈશ્યૂ પ્રાઈસ સાથે યોજાયો હતો. જેના મારફત કંપનીએ 2150.21 કરોડનું ફંડ એકત્ર કર્યું છે.
ઈરેડાના આઈપીઓને રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. ક્યુઆઈબી પોર્શન 104.57 ગણા સાથે કુલ 38.80 ગણો ભરાયો હતો. જેમાં રિટેલ પોર્શન 7.73 ગણો અને એનઆઈઆઈ 24.16 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો.
ઈરેડા રિન્યુએબલ એનર્જી સેગમેન્ટની સરકારી એનબીએફસી કંપની છે. જેણે 2021-22માં સૌથી વધુ રેકોર્ડ કુલ રૂ. 23921.06 કરોડની લોન મંજૂર કરી કુલ 16070.82 કરોડની લોન ફાળવી હતી. ઈરેડા પાસે 36 વર્ષ માટે કન્વર્ઝન પ્રોજેક્ટ છે. જેની આવકો અને નફો છેલ્લા 3 નાણાકીય વર્ષમાં સતત વધ્યા છે. પીઈ રેશિયો 8.47 છે.
શેર અંગે ટીપ્સઃ રોકાણકાર નીચા ભાવે શેરની ખરીદી લાંબાગાળાના દ્રષ્ટિકોણ સાથે કરી શકે છે. જેનો પીઈ રેશિયો અન્ય હરીફની તુલનાએ નીચો હોવાથી તેજીની શક્યતા વધુ છે. શોર્ટ ટર્મ ઈન્વેસ્ટર નિર્ધારિત પ્રોફિટ બુક કરી શકે છે. જ્યારે લોંગ ટર્મ ઈન્વેસ્ટર શેર હોલ્ડ કરે.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)