Global Equities: GIFT NIFTYમાં 300 પ્લસ પોઇન્ટનું ગાબડું, માર્કેટમાં ફરી કરેક્શન કે સુધારાની આગેકૂચ…?
અમદાવાદ, 13 એપ્રિલઃ ઇરાન અમેરીકા વચ્ચેની ઇસ્લામાબાદ વાર્તા ફેઇલ જવાના અહેલાલો તેમજ ફરી ઇઝરાયેલ, ઇરાન, અમેરીકા વચ્ચે વોરની સ્થિતિની દહેશત વચ્ચે એશિયન ઇક્વિટી સૂચકાંકો રેડ ઝોનમાં ખુલ્યા હતા. જ્યારે કોન્સોલિડેશન નીચા સ્તરે જોવા મળ્યું હતું. ભારતીય શેરબજારો માટે પ્રિઓપનિંગ પ્રિડિક્શન માટે પ્રચલિત ગીફ્ટ નિફ્ટી પણ સોમવારે સવારે 300 પોઇન્ટના ગાબડાં સાથે 23750 પોઇન્ટ આસપાસ રમતો હતો જે સૂચવે છે કે, માર્કેટમાં ફરી મંદીનો માહોલ સર્જાઇ શકે છે.
સપ્તાહના અંતે ઇરાન સાથે યુદ્ધવિરામ વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ યુએસ ઇક્વિટી ઇન્ડેક્સ ફ્યુચર્સ ઘટ્યા હતા, વોશિંગ્ટન હવે હોર્મુઝ સ્ટ્રેટમાં નૌકાદળ નાકાબંધીની તૈયારી કરી રહ્યું છે. વોલ સ્ટ્રીટ જર્નલના જણાવ્યા અનુસાર, ઇસ્લામાબાદમાં મેરેથોન વાટાઘાટો કોઈ કરાર વિના સમાપ્ત થયા પછી પ્રાદેશિક દેશો યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇરાનને વાટાઘાટોના ટેબલ પર પાછા લાવવા માટે કામ કરી રહ્યા હોવાથી વૈશ્વિક બજારોમાં ઘટાડો જોવા મળ્યો છે.
| Dow Future (US): | 47557, -359.0 points/ -0.75% |
| Nasdaq Future (US): | 24902, -213.0 points/ -0.85% |
| US Small Cap 2000 Future (US): | 2597.0, -33.0 points/ -1.27% |
| FTSE Future (UK): | 10563.0, -51.0 points/ -0.48% |
| DAX Future (Germany): | 23737.0, -300.0 points/ -1.25% |
| CAC Future (France): | 8172, -92.0 points/ -1.11% |
| Hang Seng Future (Hong Kong): | 25678, -245.0 points/ -0.95% |
| Taiex Future (Taiwan): | 35555, -14.0 points/ -0.03% |
| KOSPI (South Korea): | 5805, -54.0 points/ -0.92% |
| Nikkei Index (Japan): | 56511, -410.0 points/ -0.72% |
| Gift Nifty: (India) | 23767, -334.0 points/ -1.39% (Adjusted) |
U.S. Market Previous Closing
| Dow (US): | 47917, -269.0 points/ -0.56% |
| Nasdaq (US): | 22903, +80.0 points/ +0.35% |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
