સેક્ટોરલ ઈન્ડેક્સમાં તેજી

ઈન્ડેક્સસર્વોચ્ચ નવી ટોચ
સ્મોલકેપ40094.47
મીડકેપ33998.68
ઓટો39797.72
મેટલ24190.65
રિયાલ્ટી5650.44
યુટિલિટી4060.99
કન્ઝ્યુમર ડિસ્ક્રિએશનરી7467.86

અમદાવાદ, 29 નવેમ્બરઃ શેરબજારમાં ફરી પાછો તેજીનો જુવાળ જોવા મળ્યો છે. નિફ્ટી-50 47 ટ્રેડિંગ સેશન બાદ ફરી પાછું 20000નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. બીજી બાજુ

સ્મોલકેપ, મિડકેપ સહિત આઠ સેક્ટોરલ ઈન્ડેક્સ સર્વોચ્ચ ટોચે પહોંચ્યા છે.

સ્મોલકેપ, મિડકેપ, ઓટો, મેટલ, પાવર, રિયાલ્ટી, કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી, યુટિલિટી ઈન્ડેક્સ પણ તેજી સાથે આજે ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. નિફ્ટી-50 એ આ વર્ષે અગાઉ 11 સપ્ટેમ્બરે 20000નું લેવલ ક્રોસ કર્યું હતું. વાર્ષિક ધોરણે, નિફ્ટી 50 ટોટલ રિટર્ન ઇન્ડેક્સ (TRI) 47 ટકા વધ્યો છે, જ્યારે નિફ્ટી મિડકેપ 100 105.9 ટકા વધ્યો છે, જ્યારે નિફ્ટી સ્મોલકેપ 250 TRI 117.3 ટકા વધ્યો છે.

છેલ્લા 3 વર્ષમાં મિડ-કેપ, સ્મોલકેપ શેરોમાં લાર્જકેપ શેરોની તુલનાએ મોટા માર્જિન જોવા મળ્યા છે. 2021થી અત્યારસુધીમાં નિફ્ટી-50માં 48 ટકા રિટર્ન નોંધાયું છે. જ્યારે નિફ્ટી મીડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 250માં 108 ટકા રિટર્ન જોવા મળ્યું છે.

માર્કેટ નિષ્ણાતે જણાવ્યું હતું કે, આ વર્ષે ઈક્વિટી રિટર્ન ઊંચું રહ્યું છે. વૈશ્વિક પડકારોની મર્યાદિત અસર જોવા મળી છે. આવતા વર્ષે લોકસભા ચૂંટણીના કારણે માર્કેટ સાવચેતી સાથે આગળ વધશે. ચૂંટણીમાં નિર્ધારિત પરિણામો મળ્યા તો તેજીની સંભાવના વધશે.

અદાણી ટોટલ ગેસ, ટોરેન્ટ પાવરના શેરો ટોપ ગેનર બન્યા

અદાણી જૂથને હિન્ડેનબર્ગ કેસ મામલે મોટી રાહત મળતા શેરોમાં સતત બીજા દિવસે ઉછાળો નોંધાયો છે. અદાણી ટોટલ ગેસનો શેર આજે 13.34 ટકા ઉછાળા સાથે ટોપ ગેઈનર રહ્યો છે. આ સિવાય એસ્ટર ડીએમ, ટોરેન્ટ પાવરના શેરો 12.79 ટકા-12.17 ટકા ઉછળ્યા છે. બીએસઈ ખાતે 275 સ્ક્રિપ્સમાં અપર સર્કિટ અને 163 સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ વાગી છે.