અમદાવાદ, 4 ડિસેમ્બરઃ શેરબજારોમાં તેજી- મંદી માટે મહત્વના ત્રણ ફેક્ટર્સ

ઇ- ઇકોનોમિ

પી- પોલિટિક્સ

એસ- સેન્ટિમેન્ટ

પૈકી ત્રણેય પરીબળો ભારતીય ઇક્વિટી માર્કેટ્સ માટે એકદમ સાનુકૂળ છે. ઇકોનોમિક ગ્રોથ વિશ્વની સરખામણીએ પણ ઊંચો રહ્યો છે. પોલિટિકલ સિચ્યુએશન એકદમ સ્થિર અને મજબૂત છે. 2024નો અણસાર રવિવારે જ મળી ગયો છે. સેન્ટિમેન્ટ પણ એટલું જ મજબૂત હોવાના કારણે જ સેન્સેક્સ- નિફ્ટી સહિત સંખ્યાબંધ સેક્ટોરલ્સ ઓલટાઇમ હાઇ સપાટીએ રમી રહ્યા છે. સેન્સેક્સને 75000 પોઇન્ટ  નિફ્ટીને 22000-25000 પોઇન્ટ સુધી સુધરવા માટે દોડવું હતું અને ઢાળ મળી રહ્યો છે. રોકાણકારોને વિશ્વાસ મળવો જરૂરી રહેશે. એની વે…. મૂળ વાત ઉપર આવીએ તો નિફ્ટીએ તમામ ઓલટાઇમ હાઇ સપાટીઓ ક્રોસ કરવા સાથે 20000ની સપાટી હાંસલ કરી લીધી છે. સંખ્યાબંધ ગેપ્સને પાછળ છોડીને ટ્રેન્ડ રિવર્સલ લેવલ્સ 19800 દર્શાવે છે. સાથે સાથે આરએસઆઇ લેવલ પણ 75ના હાયર લેવલે મૂવ થયું છે. જે નિફ્ટી માટે મજબૂત સુધારાનો સંકેત આપે છે. ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે નિફ્ટીમાં  20204- 20140, રેઝિસ્ટન્સ 20312- 20356 ધ્યાનમાં રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝ તરફથી મળી રહી છે.

ઇન્ટ્રા-ડે વોચઃ રિલાયન્સ, આઇટીસી, અદાણી શેર્સ પેટીએમ, ટાટા પાવર ખરીદો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ, સિરકા પેઇન્ટ, સિગ્નિટી ટેકનો, ઇપકા લેબ, એસબીએફસી, ટાટા મોટર્સ, આઇટીસી, અદાણી જૂથના શેર્સ, લોરસ લેબ, પેટીએમ, ટાટા પાવર, ટીવી18બ્રોડકાસ્ટ, ટાર્ક ખરીદી માટે સ્ટોપલોસ સાથે ધ્યાનમાં રાખો

બેન્ક નિફ્ટીઃ 100 દિવસીય એવરેજ ક્રોસ કરીને બંધ રહ્યો છે. તે જોતાં લાગે છે કે માર્કેટમાં ફરી બેન્કિંગ- ફાઇનાન્સ શેર્સમાં તેજીનો જુવાળ જોવા મળી શકે છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ સૂચવે છે કે, માર્કેટમાં સોમવારે અધધાર્યા વોલ્યૂમ્સ અને વોલેટિલિટી જોવા મળી શકે છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)