અમદાવાદ, 9 જાન્યુઆરીઃ સોમવારે સપ્તાહની શરૂઆત નિફ્ટીના ચાર્ટમાં દોજી કેન્ડલમાં લોઅર સાઇડ બ્રેક થવા સાથે થઇ છે. સાથે સાથે 21500 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી પણ તૂટી છે. તેના કારણે વેચવાલીનું પ્રેશર વધ્યું હોવાનું જણાય છે. નિફ્ટી માટે હવે ઉપરમાં 21700 પોઇન્ટની સપાટી સાયોકોલોજિકલ તેમજ ટેકનિકલ રેઝિસ્ટન્સ ગણાવી શકાય. માર્કેટમાં હવે ક્વાર્ટરલી રિઝલ્ટ્સની મોસમ શરૂ થઇ રહી છે. તેના કારણે પણ સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક ચાલ વચ્ચે રોકાણકારોએ સ્ટોપલોસ સાથે ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની રહેશે. નિફ્ટી માટે મંગળવારે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન 21416- 21319, રેઝિસ્ટન્સ 21687- 21861 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખવાની સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ એનાલિસિસ રિપોર્ટમાં સલાહ અપાઇ રહી છે.

ઇન્ટ્રા-ડે વોચઃ રિલાયન્સ 2620ની સપાટી જાળવવામાં ફરી ફરી નિષ્ફળ

ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 2620ની સપાટી અત્યારસુધીમાં 3 દિવસ કૂદાવી ચૂક્યો છે. પરંતુ બંધ સમયે જાળવવામાં નિષ્ફળ જઇ રહ્યો છે. જે દર્શાવે છે કે, ટોન મજબૂત છે. પરંતુ હજી વોલ્યૂમ્સ વધે તેની રાહ જોવી રહી. મોટાભાગના બ્રોકર્સ અને ફંડ હાઉસ 3150- 3200નીસપાટી લાંબાગાળા માટે સજેસ્ટ કરી રહ્યા છે. અન્ય સ્ટોક્સમાં ઇરેડા, એસજેવીએન, એનટીપીસી, જિયો ફાઇનાન્સ, આઇઆરસીટીસી, એમઆરએફ.

બેન્ક નિફ્ટીઃ સતત કરેક્ટિવ એક્શન સાથે 47800 પોઇન્ટની નીચે બે સપ્તાહનું તળિયું નોંધાવ્યું છે. જેનાકારણે ઇન્ટરમિડિયેટ હાઇ અને ક્રોસઓવર 49200નો સંકેત આપે છે. આરએસઆઇ પણ તેની એવરેજ લાઇનની નીચે છે. મોટાભાગના ટેકનિકલ ઇન્ડિકેટર્સ નેગેટિવ હોવાનું ટેકનિકલ એનાલિસ્ટ્સ સૂચવી રહ્યા છે.

https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)