અદાણી ગ્રૂપ ફરી રેકોર્ડબ્રેક ટ્રેક પર, એક જ સપ્તાહમાં અધધ રોકાણ
મુંબઇ, 3 એપ્રિલઃ અદાણી જૂથે એક સપ્તાહની અંદર જૂથે $1.2 બિલિયનનો કોપર પ્લાન્ટ ખોલ્યો, ઓડિશામાં નવું બંદર ખરીદ્યું અને સિમેન્ટ કંપનીમાં પણ હિસ્સો વધાર્યો છે. એટલું જ નહીં, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે પણ જોડાણ કર્યું છે. અદાણી ગ્રૂપે પાછલા અઠવાડિયે પોર્ટ બિઝનેસમાં વિસ્તરણ અને રોકાણ, મેટલ રિફાઇનિંગમાં વૈવિધ્યકરણ, સિમેન્ટ સેક્ટરમાં મૂડી ઇન્ફ્યુઝન અને મેગા સોલાર પ્રોજેક્ટના કમિશનિંગની જાહેરાત કરી છે.
માર્ચે અદાણી પોર્ટ્સની રૂ. 3,350 કરોડના એન્ટરપ્રાઇઝ મૂલ્યમાં ગોપાલપુર પોર્ટમાં 95 ટકા હિસ્સો હસ્તગત કરવાની જાહેરાત સાથે તેની શરૂઆત થઈ હતી. આ સાથે તેમના નિયંત્રણ હેઠળના બંદરોની સંખ્યા વધીને 15 થઈ ગઈ છે. | 28 માર્ચે જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમીટેડે ગુજરાતના મુન્દ્રામાં એક જ સ્થળે વિશ્વના સૌથી મોટા કોપર ઉત્પાદન પ્લાન્ટના પ્રથમ તબક્કાની જાહેરાત કરી. |
ગ્રૂપે અંબુજા સિમેન્ટ્સમાં હિસ્સો વધારીને 66.7 ટકા કરવા માટે રૂ. 6,661 કરોડના રોકાણની જાહેરાત તે જ દિવસે કરી હતી. | જૂથની રિન્યુએબલ એનર્જી આર્મ અદાણી ગ્રીન એનર્જી લિ. ખાવડામાં તેના 775 મેગાવોટના સૌર ઉર્જા પ્રોજેક્ટ્સ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. |
અદાણી અને અંબાણી વચ્ચે પ્રથમવાર જોડાણની જાહેરાત
28 માર્ચના દિવસે અદાણી અને મુકેશ અંબાણીએ પ્રથમ વખત જોડાણની જાહેરાત કરી હતી. જે અંતર્ગત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે અદાણી પાવરના મધ્યપ્રદેશ પાવર પ્રોજેક્ટમાં રૂ. 50 કરોડમાં 26 ટકા હિસ્સો ખરીદ્યો અને પ્લાન્ટની 500 મેગાવોટ પાવરનો સ્વ-ઉપયોગ કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
વિશ્લેષકોનું કહેવું છે કે છેલ્લા એક સપ્તાહમાં કરવામાં આવેલી જાહેરાતો દર્શાવે છે કે અદાણી ગ્રુપ ફરીથી વિસ્તરણના માર્ગે અગ્રેસર છે. રોકાણકારોને તાજેતરના ફાઇલિંગમાં, કંપની મેનેજમેન્ટે જણાવ્યું હતું કે જૂથે તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસને વિસ્તૃત કરવા માટે આગામી દાયકામાં રૂ. 7 લાખ કરોડના મૂડી ખર્ચની યોજના બનાવી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)