ફેસ વેલ્યૂરૂ.10
ઇશ્યૂ પ્રાઇસરૂ.111
ઇશ્યૂ ખૂલશે8 એપ્રિલ
ઇશ્યૂ બંધ થશે10 એપ્રિલ
ઇશ્યૂ સાઇઝ39.99 લાખ શેર્સ
ઇશ્યૂ સાઇજરૂ. 44.40 કરોડ
લોટ સાઇઝ12 શેર્સ
લિસ્ટિંગએનએસઇ ઇમર્જ

અમદાવાદ, 5 એપ્રિલઃ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન અને ડેવલપમેન્ટ ખાસ કરીને રોડ, ગટર અને વોટર ડિસ્ટ્રીબ્યુશન પ્રોજેક્ટ્સ પર ધ્યાન આપતી અમદાવાદ સ્થિત તીર્થ ગોપીકોન લિમિટેડ તેના એસએમઈ પબ્લિક ઇશ્યૂથી રૂ. 44.40 કરોડ સુધીની રકમ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. કંપનીને નેશનલ સ્ટોક એક્સચેન્જના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર તેના પબ્લિક ઇશ્યૂને લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે. પબ્લિક ઇશ્યૂ સબ્સ્ક્રીપ્શન માટે 8 એપ્રિલે ખૂલશે અને 10 એપ્રિલે બંધ થશે.

આઈપીઓમાં પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 39.99 લાખ ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. કંપનીએ પબ્લિક ઇશ્યૂ માટે ઇક્વિટી શેર દીઠ રૂ. 111 (ઇક્વિટી શેર દીઠ રૂ. 101ના  પ્રિમિયમ સહિત)ની પ્રાઇઝ ફિક્સ કરી છે. રૂ. 44.40 કરોડની ઇશ્યૂની રકમમાંથી કંપની રૂ. 33.40 કરોડની રકમ કાર્યશીલ મૂડીની જરૂરિયાતો સંતોષવા અને રૂ. 10.24 કરોડની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. અરજી માટે લઘુતમ લોટ સાઇઝ 1200 શેર્સ છે જે અરજી દીઠ રૂ. 1.33 લાખના રોકાણમાં અનુવાદિત થાય છે. આઈપીઓ માટે રિટેલ ઇન્વેસ્ટર ક્વોટા નેટ ઓફરના 50 ટકા પર રાખવામાં આવ્યો છે.

વર્ષ 2019માં શરૂ કરાયેલી તીર્થ ગોપીકોન લિમિટેડ મધ્ય પ્રદેશમાં માર્ગ નિર્માણ, ગટર અને પાણી પુરવઠાના વ્યવસાય સાથે સંકળાયેલી છે. કંપનીનો વ્યવસાય મધ્ય પ્રદેશ રાજ્યમાં અને મુખ્યત્વે ઇન્દોર, છતરપુર, સાગર, દિંદોરી, જબલપુર તથા ઉજ્જૈન જેવા શહેરોમાં કેન્દ્રિત છે અને અન્ય રાજ્યોમાં તેની હાજરીને ક્રમિકપણે વિસ્તારી રહી છે. ISO 9001:2015, ISO 14001:2015 અને ISO 45001:2018 સર્ટિફાઇડ કંપની તરીકે તે ઓલ ક્લાસ સિવિલ એન્ડ ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર તરીકે પણ રજિસ્ટર્ડ થયેલી છે અને સરકારી વિભાગોના અનેક પ્રોજેક્ટ્સ પૂરા કરેલા છે. કંપનીએ આઈએસસીડીએલ, આઈએમસી, યુએસસીએલ, યુએમસી, એમપીજેએનએમ વગેરે જેવા વિવિધ કેન્દ્ર/રાજ્ય સરકારના વિભાગો માટે રજિસ્ટર્ડ સિવિલ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરેલું છે અને પ્રાઇવેટ સેક્ટર માટે બિલ્ડિંગ કામો પણ હાથ ધરેલા છે. 31 જાન્યુઆરી, 2024ના રોજ કંપનીની ઓર્ડર બુક રૂ. 904.98 કરોડની છે. 29 ફેબ્રુઆરી, 2024ના રોજ કંપની વિવિધ વિભાગોમાં 164 કાયમી કર્મચારીઓ (વર્કમેન સહિત) ધરાવતી હતી.

તીર્થ ગોપીકોન લિમિટેડના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર ડો. મહેશભાઈ કુંભાણીએ જણાવ્યું હતું કે કંપની છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્કૃષ્ટ ઓપરેશનલ અને ફાઇનાન્શિયલ પર્ફોર્મન્સ ધરાવે છે. કંપનીનો હાલનો બિઝનેસ મધ્ય પ્રદેશમાં સ્થિત છે અને અમે તબક્કાવાર અન્ય રાજ્યોમાં વિસ્તરણ કરવાની યોજના ધરાવીએ છીએ.

કંપનીએ છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર ઓપરેશનલ અને નાણાંકીય કામગીરી દર્શાવી છે. કંપનીએ આવક તથા નફાકારકતામાં અનેકગણો વધારો જોયો છે. જાન્યુઆરી, 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2023-24ના 10 મહિનામાં કંપનીએ રૂ. 7.84 કરોડનો ચોખ્ખો નફો અને રૂ. 69.70 કરોડની આવક નોંધાવી છે જેની સામે નાણાંકીય વર્ષ 2022-23માં સંપૂર્ણ વર્ષની નફાકારકતા તથા આવકો અનુક્રમે રૂ. 1.80 કરોડ અને રૂ. 39.15 કરોડ હતી. 31 જાન્યુઆરી, 2024 રોજ કંપનીની નેટવર્થ રૂ. 15.72 કરોડ, રિઝર્વ્સ અને સરપ્લસ રૂ. 7.73 કરોડ તથા એસેટ બેઝ રૂ. 137.20 કરોડ હતી. 31 જાન્યુઆરી, 2024ના રોજ કંપનીની આરઓઈ 66.40 ટકા, આરઓસીઈ 48.40 ટકા અને આરઓએનડબ્લ્યુ 22.72 ટકા હતું.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)