મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ માટે સંપર્કઃ મહેશ ત્રિવેદી 9909007975 (વ્હોટ્સેપ)

જુલાઇમાં 7 NFOએ માર્કેટમાંથી રૂ. 1446 કરોડનું ફંડ એકત્ર કર્યુ

ડેટ ફંડ સ્કીમ્સમાં નેટ વેચવાલી અંત જુલાઈમાં જોવા મળ્યોડેટ ફંડમાં 4900 કરોડનુ રોકાણ નોંધાયુ છે આ ગાળામાં
ઈક્વિટી સ્કીમ્સમાં રોકાણ જૂન સામે 42 ટકા સુધી ઘટ્યુ છેનવુ SIP કરાવનાર ઈન્વેસ્ટરની સંખ્યામાં ઘટાડો નોંધાયો
SIP રોકાણકારોની સંખ્યા વધી 5.61 કરોડ, જે જૂનમાં 5.55 કરોડ હતીગોલ્ડ ETFમાં વેચવાલી જુલાઇમાં રૂ. 456 કરોડની સપાટીએ નોંધાઇ

MUMBAI: ભારતીય શેર બજારોમાં એપ્રિલથી જુલાઈના અંત સુધી મોટાપાયે વોલેટિલિટી નોંધાઈ હતી. જેના લીધે જુલાઈમાં રોકાણકારોનું ઈક્વિટી માર્કેટ પ્રત્યે સેન્ટિમેન્ટ બદલાયુ હતું. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ પ્રવાહ જૂનમાં રૂ. 15497 કરોડ સામે 42 ટકા ઘટી રૂ. 8898 કરોડ નોંધાયો હતો. બીજી બાજુ છેલ્લા કેટલાક સમયથી નેટ વેચવાલ રહેલા ડેટ ફંડ્સમાં રૂ. 4930 કરોડનું રોકાણ નોંધાયુ છે. જૂનમાં ડેટ ફંડ્સમાંથી રૂ. 92247 કરોડની નેટ વેચવાલી જોવા મળી હતી.

AMFIના જુલાઇ માસના આંકડાઓ અનુસાર, મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીની કુલ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) વધી રૂ. 37.74 લાખ કરોડ થઈ છે. જે જૂનમાં 35.64 લાખ કરોડ હતી.

SIP રોકાણકારોની સંખ્યા વધી 5.61 કરોડે પહોંચી, જૂનમાં 5.55 કરોડ હતી

મ્યુચ્યુઅલ ફંડ્સમાં SIP રોકાણ જૂનમાં 12275 કરોડ સામે નજીવુ ઘટી જુલાઈમાં 12139 કરોડ નોંધાયુ હતું. બીજી બાજુ SIPમાં રોકાણ કરતાં રોકાણકારોની સંખ્યા વધી 5.61 કરોડ થઈ હતી. જે જૂનમાં 5.55 કરોડ હતી. ઈક્વિટી ફંડ્સ, સ્મોલ કેપ ફંડ્સ અને ફ્લેક્સી કેપ ફંડ્સમાં કુલ રૂ. 1779 કરોડ અને રૂ. 1381 કરોડનું રોકાણ થયુ હતું. તમામ ઓપન એન્ડેડ ઈક્વિટી ફંડ કેટેગરીમાં રોકાણ થયુ હતું.

ડેટ ફંડમાં કલેક્શન માંદુ પડ્યું

સ્કીમ્સરોકાણ
લિક્વિડ ફંડ-7692 કરોડ
ફ્લોટર ફંડ્સ-4681 કરોડ
બેન્કિંગ-પીએસયુ ડેટ-2809 કરોડ
ઓવર નાઈટ ફંડ્સ+19918 કરોડ

AMFIના ચીફ એક્ઝિક્યુટિવ એનએસ વેંકટેશ અનુસાર, RBI ફુગાવાને અંકુશમાં લેવા વ્યાજદરમાં વધારો કરી રહી છે. ડ્યુરેશન ફંડ્સ ઓછું પ્રદર્શન કરે છે જેના કારણે રોકાણકારો ડેટ ફંડમાંથી બહાર નીકળ્યા છે.

હાઇબ્રિડ ફંડ્સમાંથી જુલાઈમાં પણ રોકાણ પાછું ખેંચાયુ હતુ. સ્ટોક્સ, બોન્ડ્સ અને ગોલ્ડના મિશ્રણમાં રોકાણ કરતી આ સ્કીમ્સમાં જુલાઇમાં રૂ. 5,146 કરોડનો નેટ આઉટફ્લો જોવા મળ્યો હતો જે જૂનમાં રૂ. 2,279 કરોડ હતો. આર્બિટ્રેજ ફંડ્સમાં અગાઉના મહિનામાં રૂ. 5,593 કરોડની સરખામણીએ રૂ. 6,407 કરોડનો સૌથી વધુ આઉટફ્લો નોંધાયો હતો.

ગોલ્ડ ETFમાં વેચવાલી જુલાઇમાં રૂ. 456 કરોડ નોંધાઇ

ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સમાં બે માસથી વેચવાલી વધી છે. જૂનમાં રૂ. 134 કરોડની નેટ વેચવાલી જુલાઈમાં વધી 456 કરોડ થઈ હતી. નબળો રૂપિયો સોનાના ભાવ પર અસર કરતાં નથી. ડોલર મજબૂત બનતા વૈશ્વિક ભાવો પર પ્રેશર વધ્યુ હોવાથી હાલ રોકાણકારો પ્રોફિટ બુક કરી યોગ્ય તકની રાહ જોઈ રહ્યા છે.

જુલાઇમાં 7 NFOએ માર્કેટમાંથી રૂ. 1446 કરોડનું ફંડ એકત્ર કર્યુ

1 જુલાઈથી મ્યુચ્યુઅલ ફંડ હાઉસને ન્યૂ ફંડ ઓફર્સ (NFO) ઈશ્યૂ કરવાની મંજૂરી મળતા માર્કેટમાં ઝાકમઝોળ વધી છે. જુલાઈમાં ઓપન અને ક્લોઝ એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કીમ્સ મારફત કુલ 9 NFOએ માર્કેટમાંથી રૂ. 1446 કરોડનું ફંડ એકત્ર કર્યુ છે.