મુંબઈ, 25 એપ્રિલ: વૈશ્વિક સ્તરે સખત નાણાકીય નીતિઓ, વધતો ફુગાવો, ધીમો પડતો વૈશ્વિક વૃદ્ધિ દર અને કોમોડિટીના ઊંચા ભાવ જેવા પડકારોનો સામનો કરવા છતાં, ભારત સરકાર અને કોર્પોરેટ્સે કાર્યક્ષમ જોખમ વ્યવસ્થાપન વ્યૂહરચનાઓનો ઉપયોગ કરીને સ્થિતિસ્થાપકતા દર્શાવી છે. આ બાબત કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ (સીઆઈઆરઆઈ) 2022ની 3જી આવૃત્તિમાં પ્રતિબિંબિત થાય છે, જે ICICI લોમ્બાર્ડ દ્વારા ફ્રોસ્ટ અને સુલિવાનના સહયોગમાં હાથ ધરાયેલ પ્રોપરાઈટરી અભ્યાસ છે, જે દર્શાવે છે કે રિસ્ક ઈન્ડેક્સ સ્કોર 2021માં 62 થી 2022માં 63 થયો છે.

ICICI લોમ્બાર્ડના સીઆઈઆરઆઈ 2022માં 6 વ્યાપક પરિમાણોમાં 32 જોખમ ઘટકોનો સમાવેશ થાય છે અને વૈશ્વિક જોખમ વ્યવસ્થાપનની શ્રેષ્ઠ પદ્ધતિઓનો સમાવેશ કરે છે. ઉચ્ચ સ્કોર એ બહેતર જોખમ વ્યવસ્થાપનનો સંકેત આપે છે, જે કંપનીઓને અસરકારક જોખમ સંચાલન પદ્ધતિઓ અપનાવવા સક્ષમ બનાવે છે. ICICI લોમ્બાર્ડના એમડી અને સીઈઓ ભાર્ગવ દાસગુપ્તા અને ફ્રોસ્ટ એન્ડ સુલિવાનના ગ્લોબલ પ્રેસિડેન્ટ અરૂપ ઝુત્શીએ સીઆઈઆરઆઈ 2022 લોન્ચ ઈવેન્ટમાં આ વિશે વાત કરી હતી.

વધતો જોખમ સૂચકાંક કંપનીઓમાં વધુ સારું જોખમ સંચાલન સૂચવે છે

ચાવીરૂપ ઘટકોની સરખામણી202220212020
કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ636257
કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક મેનેજમેન્ટ666564
કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક એક્સપોઝર646266

2022 રિસ્ક ઇન્ડેક્સ ‘સુપિરિયર’ અથવા ‘ઑપ્ટિમલ રિસ્ક હેન્ડલિંગ’ (જોખમ ખમવાની ક્ષમતા)માં તમામ 20 ક્ષેત્ર દર્શાવે છે, જેમાં સાત ક્ષેત્ર  ‘સુપિરિયર’ હેન્ડલિંગ દર્શાવે છે, જેમાં ઓટોમોટિવ, એફએમસીજી, ટૂરિઝમ, હેલ્થકેર, ટેલિકોમ, ફાર્માસ્યુટિકલ્સ અને નવી પેઢીની કંપનીઓનો સમાવેશ છે.

‘એરોસ્પેસ એન્ડ ડિફેન્સ’ ક્ષેત્રએ રિસ્ક ઈન્ડેક્સમાં સૌથી વધુ સુધારો દર્શાવ્યો છે, જે સરકાર અને એન્ટરપ્રાઈઝની આગેવાની હેઠળની પહેલોને કારણે 2021માં 52થી 2022માં 63 થઈ ગયો છે. પરંપરાગત ક્ષેત્રો સાયબર થ્રેટ્સ અને ઈનોવેશન રિસ્ક્સ જેવા તકનીકી જોખમો માટે પણ તૈયારી કરી રહ્યા છે.

ટૂરિઝમ એન્ડ હોસ્પિટાલિટી અને ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોએ ઇંધણના ભાવવધારા અને આતંકવાદને કારણે થતા વિક્ષેપોનો અસરકારક રીતે સામનો કર્યો છે. જોકે, મેટલ્સ એન્ડ માઇનિંગ અને કેમિકલ અને પેટ્રોકેમિકલ સેક્ટરોએ બાહ્ય મેક્રો-ઇકોનોમિક પરિબળોને કારણે જોખમ વ્યવસ્થાપનમાં ઘટાડો દર્શાવ્યો હતો.

કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ પર કોર્પોરેટ્સના પ્રદર્શનને હાઈલાઈટ કરવા ઉપરાંત, અભ્યાસ જોખમ ઘટાડવા અને 2023માં સુપિરિયર રિસ્ક ઈન્ડેક્સ સ્કોર હાંસલ કરવા માટેના પગલાંની ભલામણ કરે છે. આમાં પરિસ્થિતીના આયોજન દ્વારા જોખમની કલ્પના કરવી, સર્વગ્રાહી અભિગમ દ્વારા જોખમને દૂર કરવું અને કાર્યક્ષમ આંતરદૃષ્ટિ મેળવવા માટે આગાહીયુક્ત ભાવિ વિશ્લેષણનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે.