મહાનદી કોલફિલ્ડ્સનો IPO તા. 19 નવેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 129-136
| IPO ખૂલશે | 19 નવેમ્બર |
| IPO બંધ થશે | 23 નવેમ્બર |
| ફેસ વેલ્યૂ | રૂ.2 |
| પ્રાઇસબેન્ડ | રૂ. 129-136 |
| લિસ્ટિંગ | બીએસઇ, એનએસઇ |
| લોટ સાઇઝ | 110 શેર્સ અને ગુણાંકમાં |
| ગ્રે માર્કેટ પ્રિમિયમ | આશરે 3 ટકા |
| એફપીઓ સાઇઝ | ₹8,981.12 કરોડ |
| એફપીઓ સાઇઝ | 66,18,36,300 શેર્સ |
અમદાવાદ, 17 નવેમ્બર, 2026: મહાનદી કોલફિલ્ડ્સ (“કંપની”) એ તેના પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 2ની મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શૅર માટે શેર દીઠ. રૂ. 129/- થી રૂ. 136/- રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપનીનો પ્રારંભિક જાહેર ઓફર (“IPO” અથવા “ઓફર”) 19 નવેમ્બર 2026 ના રોજ ખૂલશે, જે સબસ્ક્રિપ્શન માટે ઉપલબ્ધ થશે અને 23 નવેમ્બર 2026 ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 110 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 110 ઇક્વિટી શેરના ગુણાંકમાં બોલી લગાવી શકે છે. તારીખ સુધીમાં બાકી રહેલા 6,618,363,000 ઇક્વિટી શૅર રૂ. ૨ પ્રતિ મૂળ કિંમતના છે.
રૂ. ૨ ની મૂળ કિંમત ધરાવતો IPO, પ્રમોટર – કોલ ઇન્ડિયા દ્વારા 6,618,363,000 ઇક્વિટી શૅર માટે ઓફર-ફોર-સેલનો છે. આ ઓફર બુક-બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે, જે SEBI ICDR નિયમો અનુસાર છે, જેમાં નેટ ઓફરનો 50% હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) માટે, નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NIIs) માટે નેટ ઓફરનો 15% અને રિટેલ ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ (RIIs) માટે નેટ ઓફરનો 35% હિસ્સો અનામત રાખવામાં આવ્યો છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે
1992માં સ્થાપિત, કંપની નાણાકીય વર્ષ 2026 માં ઉત્પાદનની દ્રષ્ટિએ ભારતમાં સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની છે, જે સ્થાનિક કોલસા ઉત્પાદનના 21% હિસ્સો ધરાવે છે (સ્ત્રોત: CRISIL રિપોર્ટ). 1 એપ્રિલ, 2026 સુધીમાં, તાલ્ચર અને ઇબ વેલી કોલફિલ્ડ્સ પાસે કુલ અંદાજિત કોલસાનો સંસાધન આશરે 106.76 અબજ ટન હતો (સ્ત્રોત: CRISIL રિપોર્ટ). 1 એપ્રિલ, 2026 સુધીમાં, JORC કોડ મુજબ તેનો ઓડિટેડ કોલસાનો ભંડાર 9,840.31 મિલિયન ટન હતો, જે વર્તમાન ઉત્પાદન સ્તર (નાણાકીય વર્ષ 2026માં 218.31 મિલિયન ટન વાર્ષિક કોલસાનું ઉત્પાદન) ને ધ્યાનમાં લેતા કંપનીના ઉત્પાદન કામગીરીને લગભગ ૪૫ વર્ષ સુધી ટકાવી રાખશે (સ્ત્રોત: DMT રિપોર્ટ). ધારો કે 4.70% ના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) સાથે ઉત્પાદનમાં વાર્ષિક વધારો થશે, જે છેલ્લા 10 વર્ષના ઉત્પાદન પર આધારિત છે, આ કોલસાના ભંડાર લગભગ 25 વર્ષ સુધી ટકી રહેશે (સ્ત્રોત: DMT રિપોર્ટ).
કંપની કોલ ઇન્ડિયાના કુલ કોલસા ઉત્પાદનમાં 28.4% હિસ્સો ધરાવે છે
કોલ ઇન્ડિયાની પેટાકંપનીઓમાં કંપની સૌથી મોટી કોલસા ઉત્પાદક છે, જે નાણાકીય વર્ષ 2026 માં કોલ ઇન્ડિયાના કુલ કોલસા ઉત્પાદનમાં 28.4% હિસ્સો ધરાવે છે (સ્ત્રોત: CRISIL રિપોર્ટ). કંપનીએ વર્ષોથી તેની કામગીરીનો નોંધપાત્ર વિસ્તાર કર્યો છે, નાણાકીય વર્ષ 2024 માં 206.10 મિલિયન ટનથી વધીને નાણાકીય વર્ષ 2026 માં 218.31 મિલિયન ટન થયું છે.
30 સપ્ટેમ્બર, 2026 સુધીમાં, કંપની પાસે આશરે 33,508.79 હેક્ટર (335.09 ચોરસ કિલોમીટર) જમીન હતી, જેમાં સંપાદિત અને ભાડે લીધેલી જમીનનો સમાવેશ થાય છે, જેમાંથી 167.37 ચોરસ કિલોમીટર તાલ્ચર કોલફિલ્ડમાં અને 165.96 ચોરસ કિલોમીટર ઇબ વેલી કોલફિલ્ડમાં સ્થિત છે, અને બાકીનો 1.76 ચોરસ કિલોમીટર ઓડિશામાં સંબલપુર, ભુવનેશ્વર અને પટણાગઢમાં છે.
કંપનીની નાણાકીય કામગીરી એક નજરે
30 સપ્ટેમ્બર 2026 ના રોજ પૂરા થયેલા છ મહિનાના સમયગાળા માટે કંપનીની કામગીરીમાંથી આવક રૂ. 160,930.40 મિલિયન હતી, જે 30 સપ્ટેમ્બર 2025 ના રોજ પૂરા થયેલા છ મહિનાના સમયગાળા માટે રૂ. 147,245.40 મિલિયન હતી. 30 સપ્ટેમ્બર 2026 ના રોજ પૂરા થયેલા છ મહિનાના સમયગાળા માટે તેનો કર પછીનો નફો રૂ. 48,806.60 મિલિયન હતો, જે 30 સપ્ટેમ્બર 2025 ના રોજ પૂરા થયેલા છ મહિનાના સમયગાળા માટે રૂ. 45,737.10 મિલિયન હતો. નાણાકીય વર્ષ 2026 દરમિયાન તેની કામગીરીમાંથી આવક રૂ. 305,495.90 મિલિયન હતી અને નાણાકીય વર્ષ 2026 દરમિયાન કર પછીનો નફોરૂ. 106,981.20 મિલિયન હતો.
લીડ મેનેજર્સઃ SBI કેપિટલ માર્કેટ્સ, એક્સિસ કેપિટલ, BOB કેપિટલ માર્કેટ્સ, IDBI કેપિટલ માર્કેટ્સ એન્ડ સિક્યોરિટીઝ, અને IIFL કેપિટલ સર્વિસીસ બુક-રનિંગ લીડ મેનેજર છે, અને KFin ટેક્નોલોજીસ ઓફરના રજિસ્ટ્રાર છે.
લિસ્ટિંગઃ કંપનીના ઇક્વિટી શૅર નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા અને BSE પર લિસ્ટેડ કરવાનો પ્રસ્તાવ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)

