અમદાવાદ, 10 મે :  SVC કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (SVC બેંક – અગાઉ શામરાવ વિઠ્ઠલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ તરીકે જાણીતી)એ તેના લોંગ ટર્મ સબઓર્ડિનેટેડ બોન્ડ્સ (એલટીએસબી) – સિરીઝ 2ને લોંચ કરવાની જાહેરાત કરી છે. આ ઇશ્યૂ જાહેર ભરણા માટે ખુલ્લો છે અને સબસ્ક્રિપ્શનની છેલ્લી તારીખ 15 મે, 2024 છે. SVC બેંક રોકાણકારો માટે વાર્ષિક 8.50 ટકાના ખૂબજ સ્પર્ધાત્મક વ્યાજદર સાથે બોન્ડ ઇશ્યૂમાંથી રૂ. 100 કરોડ ઊભા કરશે.

SVC બેંકના મેનેજિંગ ડિરેક્ટર રવિન્દર સિંઘે જણાવ્યું હતું કે, SVC બેંક ખૂબજ સ્પર્ધાત્મક દરે કૂપન રેટ ઉપર રોકાણકારોને બોન્ડ ઓફર કરી રહી છે. આ બેસ્ટ વ્યાજદરો પૈકીના એક છે, જે આજે બેંકિગ ઇન્ડસ્ટ્રીમાં ઓફર થઇ રહ્યાં છે, વિશેષ કરીને મજબૂત બ્રાન્ડ દ્વારા કે જે નાણાકીય ક્ષમતા અને બ્રાન્ડ વેલ્યુ બંન્ને બાબતે સમૃદ્ધ છે. અમને વિશ્વાસ છે કે આકર્ષક દરો અને SVC બ્રાન્ડ વેલ્યુને જોતાં રોકાણકારો તરફથી ઇશ્યૂને સારો પ્રતિસાદ મળશે. ઇક્વિટી માર્કેટ વોલેટાઇટ થઇ રહ્યું છે ત્યારે અમારો એલટીએસબી ઇશ્યૂ રોકાણકારોને તેમનો પોર્ટફોલિયો વૈવિધ્યસભર બનાવવાની સારી તક આપશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)