એમસીએક્સ: ક્રૂડ તેલના વાયદામાં રૂ.43ની નરમાઈ
મુંબઇ, 10 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.7,299.03 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,494.55 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 5803.92 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.72,530ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,579 અને નીચામાં રૂ.72,500ના મથાળે અથડાઈ, રૂ.147 વધી રૂ.72,545ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.36 વધી રૂ.58,570 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.5 વધી રૂ.7,170ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.129 વધી રૂ.72,514ના સ્તરે પહોંચ્યો હતો.
સોનામાં રૂ.147 અને ચાંદીમાં રૂ.106ની વૃદ્ધિ
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.93,073ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.93,250 અને નીચામાં રૂ.92,901ના મથાળે અથડાઈ, રૂ.106 વધી રૂ.93,075ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.125 વધી રૂ.93,007 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.116 વધી રૂ.92,988 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓ એકંદરે ઘટી
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ તાંબુ જુલાઈ વાયદો રૂ.868.10ના ભાવે ખૂલી, રૂ.1.45 ઘટી રૂ.867.45 જ્યારે એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.70 ઘટી રૂ.229.65 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ કોઈ ફેરફાર વગર રૂ.189ના ભાવ થયા હતા. જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.50 ઘટી રૂ.271ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.0.65 ઘટી રૂ.231.20 સીસુ-મિની જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.25 ઘટી રૂ.188.80 જસત-મિની જુલાઈ વાયદો રૂ.0.50 ઘટી રૂ.271.10 બોલાઈ રહ્યો હતો.
મેન્થા તેલમાં સુધારો, નેચરલ ગેસ ઢીલુ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,811ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,850 અને નીચામાં રૂ.6,787ના મથાળે અથડાઈ, રૂ.43 ઘટી રૂ.6,787 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.42 ઘટી રૂ.6,790 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.198ના ભાવે ખૂલી, રૂ.3 ઘટી રૂ.196.10 અને નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો 3 ઘટી 196.3 બોલાઈ રહ્યો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.0.37 કરોડનાં કામકાજ
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ મેન્થા તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.70 વધી રૂ.965.50 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.1,495 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 5,804 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.459.21 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.411.56 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.86.57 કરોડનાં 2,129 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.140.60 કરોડનાં 8,723 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.21.62 કરોડનાં 313 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.10.90 કરોડનાં 174 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.138.68 કરોડનાં 640 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.19.42 કરોડનાં 353 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં મેન્થા તેલ વાયદામાં રૂ.1.39 કરોડનાં 40 લોટનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)