અમદાવાદ, 6 ઓગસ્ટ : રેડિયોલોજી અને પેથોલોજી સોલ્યુશન્સ ઓફર કરતી અને પીસી ડાયગ્નોસ્ટિક્સ બ્રાન્ડ હેઠળ કાર્યરત ઇનોવેટિવ ડાયગ્નોસ્ટિક ચેઇન ઇન્વિક્ટા ડાયગ્નોસ્ટિક લિમિટેડે NSE ઇમર્જ સાથે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપનીના પ્રારંભિક જાહેર ભરણા (IPO)માં બુક-બિલ્ડિંગ રૂટથી રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 30,08,000 ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. સોક્રેડેમસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે અને બિગશેર સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ ઓફરના રજિસ્ટ્રાર છે.

મુંબઇમાં મુખ્યાલય ધરાવતી કંપની મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઇ મેટ્રોપોલિટન રિજનમાં 8 ડાયગ્નોસ્ટિક સેન્ટર્સ અને 1 સેન્ટ્રલાઇઝ્ડ લેબોરેટરીના તેના વિશાળ નેટવર્ક દ્વારા પીસી ડાયગ્નોસ્ટિક્સ બ્રાન્ડ હેઠળ ગ્રાહકોને ઇમેજિંગ, પેથોલોજી-ક્લિનિકલ લેબોરેટરી અને ટેલી-રેડિયોલોજી સહિતની પેથોલોજી અને રેડિયોલોજી ટેસ્ટિંગ સર્વિસિસ માટે વન-સ્ટોપ-સોલ્યુશન ઓફર કરે છે. તે 60 રૂટિન અને 487 સ્પેશિયલાઇઝ્ડ ટેસ્ટ તેમજ અંદાજે 96 બેઝિક અને 130 એડવાન્સ્ડ રેડિયોલોજી ટેસ્ટ સાથે સ્પેશિયાલિટીની વિશાળ શ્રેણી કવર કરે છે.

DRHP મૂજબ ઇન્વિક્ટા ડાયગ્નોસ્ટિક આઇપીઓમાંથી રૂ. 21.11 કરોડ સુધીના ભંડોળનો ઉપયોગ ભિવંડી, કલ્યાણ, મલાડ-કાંદિવલી, વસઇ-વિરાર, અકોલા અને નાશિકમાં હબ એન્ડ સ્પોક મોડલમાં પાંચ નવા ડાયગ્નોસ્ટિક સેન્ટર્સની સ્થાપના કરવા માટે મેડિકલ ઉપકરણોની ખરીદી માટે તથા કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરવાની દરખાસ્ત છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)