સિટીએ ચાલુ વર્ષે અત્યાર સુધી ભારતીય કંપનીઓને આશરે US$16bn ફંડ ઊભું કરવામાં મદદ કરી

ચાલુ વર્ષે અત્યાર સુધી બેંકની IB આવક બમણી થઈ, જેમાં M&Aમાં 28 ટકા બજારહિસ્સો શામેલ છે [ડીલૉજિક ડેટા]

મુંબઈ, 8 ઓક્ટોબર, 2026 – સિટીના ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ વ્યવસાયે ભારતીય કંપનીઓના મર્જર એન્ડ એક્વિઝિશન (M&A), ઇક્વિટી મૂડીબજાર અને ડેટ મૂડી બજારમાં અનેક મોટા નાણાકીય વ્યવહારો પૂર્ણ કરવામાં મદદ કરી છે, જેથી ભારતમાં સૌથી વધુ બજારહિસ્સો મળ્યો છે.

ડીલૉજિકના ડેટા અનુસાર, આ વર્ષે સિટી ડેટા પ્રોવાઇડર ડીલૉજિક લીગ ટેબલમાં ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ આવક માટે ટોપ પર છે, જેનો બજારહિસ્સો 7 ટકા છે અને આવક વાર્ષિક દરે લગભગ 100 ટકા વધી છે. (રિપોર્ટ અનુસાર ડીલૉજિક આવક 29 મિલિયન અમેરિકન ડોલરથી વધીને 52 મિલિયન અમેરિકન ડોલર થઈ છે).

ભારતીય કંપનીઓએ પોતાની આંતરરાષ્ટ્રીય કામગીરી વધારવા અને પોતાના વૃદ્ધિના લક્ષ્યાંકો પૂર્ણ કરવા, ખાસ કરીને ટેક સ્પેસમાં, વાજબી ખર્ચ ધરાવતું ધિરાણ મેળવવાનું જાળવી રાખ્યું છે.

સિટી આ વેપારના કેન્દ્રમાં છે, જે ભારતીય કંપનીઓ આંતરરાષ્ટ્રીય મૂડીબજાર  સુધી પહોંચવા અને પરિવર્તનકારક વ્યૂહાત્મક નાણાકીય વ્યવહાર પર સલાહ આપવામાં મદદ કરવા પોતાના આંતરરાષ્ટ્રીય ધિરાણ નેટવર્કનો ઉપયોગ કરે છે.

આ વર્ષે અત્યાર સુધી સિટીએ સ્થાનિક ક્લાયન્ટ માટે આશરે 16 અબજ અમેરિકન ડોલર ઊભા કર્યા છે, જેમાં સીમાચિહ્નરૂપ ધિરાણો શામેલ છે અને ખાસ ભારતીય કંપનીઓ સાથે સંબંધિત 36 અબજ અમેરિકન ડોલરના M&A પર સલાહ આપી છે. બેંક હાલ 28 ટકા બજારહિસ્સા સાથે ડીલૉજિકની M&A લીગ ટેબલમાં ટોપ પર છે.

સિટી એક જટિલ અને બદલાતા વ્યાવસાયિક વાતાવરણ વચ્ચે ભારતીય કંપનીઓને તેમની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મકતા વધારવા મદદ કરવા કટિબદ્ધ છે.

India IB Revenue by Bank (YTD)
2026 YTD2025 YTD
RankBankNet Revenue USD (m)% ShareRankBankNet Revenue USD (m)% Share
1Citi5271JPMorgan668
2JPMorgan4362Morgan Stanley618
3Kotak Investment Bank3553Kotak Investment Bank324
4HSBC3554Jefferies LLC304
5Jefferies LLC3045Citi294
6Axis Capital Ltd2946HSBC284
7ICICI Securities Ltd2847JM Financial Ltd263
8IIFL Capital Services Ltd2738Standard Chartered Bank233
9Standard Chartered Bank2739Axis Capital Ltd223
10JM Financial Ltd26310ICICI Securities Ltd213
 Subtotal33243 Subtotal33943
 Total780100 Total796100

[Source: Dealogic]

India M&A Volume by Advisor ex Fairness Opinion (2026 YTD)
RankAll Advisor ex Fairness Opinion (Parent)Deal Value at Announcement USD (m)No.% Share
1Citi36,8101028
2Arpwood Capital Pvt Ltd25,048919
3JPMorgan17,552613
4Goldman Sachs15,052412
5Jefferies LLC14,714411
6Morgan Stanley14,548811
7Rothschild & Co10,84558
8Barclays4,96564
9Ernst & Young4,046343
10Kotak Investment Bank3,532133
 Subtotal69,6918253
 Total1,30,5711,019100

[Source: Dealogic]

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)