આયુષ વેલનેસની આવક 6300% વધી રૂ.11.10 કરોડ
નવી દિલ્હી, 20 ઓગસ્ટ: આયુષ વેલનેસ લિમિટેડે 30 જૂન, 2024ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળામાં વેચાણમાં વાર્ષિક ધોરણે 6,300 ટકા અને ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 183.56 ટકાની વૃદ્ધિ હાંસલ કરી છે. કંપનીની કુલ આવક જૂન 2023માં રૂ. 17.35 લાખની સરખામણીમાં રૂ. 1,110.56 લાખ થઈ હતી અને કરવેરા પછીનો નફો રૂ. 8.98 લાખથી વધીને રૂ. 25.49 લાખ થયો હતો. શેર દીઠ કમાણી (ઈપીએસ) પણ રૂ. 0.28ની સરખામણીએ વધીને રૂ. 0.79 થઈ ગઈ છે, જે વાર્ષિક ધોરણે 184 ટકાનો વધારો દર્શાવે છે. જૂન 2024ના ત્રિમાસિક ગાળામાં કંપનીએ રૂ. 25.49 લાખનો કરવેરા પછીનો નફો હાંસલ કર્યો હતો, જે અગાઉના ત્રિમાસિક ગાળા (માર્ચ 2024)માં નોંધાયેલા રૂ. 16.85 લાખના ચોખ્ખા નફાની સરખામણીમાં 51.30 ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે.
(In Lakhs) | Jun-24 | Jun-23 | % |
Revenue | ₹ 1,110.56 | ₹ 17.35 | 6301% |
PAT | ₹ 25.49 | ₹ 8.98 | 184% |
EPS | 0.786 | 0.277 | 184% |
આયુષ વેલનેસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કુમારે જણાવ્યું હતું કે લગભગ 70-80 ટકા ઓર્ડર અને પૂછપરછ પશ્ચિમ, મધ્ય અને ઉત્તરીય પ્રદેશોમાંથી આવે છે જે ભારતના કુલ પાન મસાલાના વપરાશમાં 53 ટકા હિસ્સો ધરાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)