મુંબઈ, 21 ઓગસ્ટ: ઈન્ડેલ કોર્પોરેશનની મુખ્ય નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની (NBFC) ઈન્ડેલ મનીએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કામગીરીમાંથી તેની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિની જાહેરાત કરી છે. Q1FY25માં કામગીરીમાંથી કંપનીની કુલ આવક રૂ. 78.52 કરોડ છે, જે અગાઉના વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 65.52 કરોડની સરખામણીએ 19.84%નો વધારો દર્શાવે છે. નફામાં વૃદ્ધિ રૂ. 16.76 કરોડ નોંધાઈ છે. ઇન્ડેલ મનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઈઓ, ઉમેશ મોહનને જણાવ્યું હતું કે: “અમારી કુલ આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ અને સંચાલન હેઠળની અસ્કયામતો (AUM) પરંપરાગત સ્થિતિ આગળ અમારી ફૂટપ્રિન્ટને વિસ્તારવા અને અમારા હિસ્સેદારો માટે મૂલ્ય વધારવા પર અમારા વ્યૂહાત્મક ધ્યાનને રેખાંકિત કરે છે. ઈન્ડેલ મની તમામ નિયમનકારી જરૂરિયાતોને પૂર્ણ કરવાની સાથે-સાથે એક મજબૂત કેપિટલ એડીકયુએસી રેશિઓ (CAR) જાળવી રાખે છે. કંપની ચાલુ નાણાકીય વર્ષમાં 80 થી વધુ શાખાઓ ખોલવાની યોજના ધરાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)