મુંબઈ, 7 ડિસેમ્બરઃ અર્કા ફિનકેપ લિમિટેડે પ્રતિ રૂ. 1,000ની ફેસ વેલ્યુના રૂ. 150 કરોડ (“બેઝ ઇશ્યૂ સાઇઝ”) માટે પ્રતિ રૂ. 1,000ની (“એનસીડી અથવા ડિબેન્ચર્સ”) ફેસ વેલ્યુ ધરાવતા સિક્યોર્ડ, રેટેડ, લિસ્ટેડ, રિડિમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી) લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જેમાં રૂ. 30,0 કરોડ (“ટ્રેન્ચ 2 ઇશ્યૂ લિમિટેડ”) (“ટ્રેન્ચ 2 ઇશ્યૂ”)ની રકમ સાથે રૂ. 150 કરોડ (“ગ્રીન શુ ઓપ્શન”) સુધીના ઓવરસબસ્ક્રિપ્શનને જાળવી રાખવાનો વિકલ્પ છે.

ઇશ્યૂના લીડ મેનેજર જેએમ ફાઇનાન્સિયલ લિમિટેડ અને નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ છે.

અર્કા ફિનકેપ લિમિટેડના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન અને સીઇઓ વિમલ ભંડારીએ જણાવ્યું હતું કે, કિર્લોસ્કર ગ્રૂપના પ્રોફેશ્નલ રીતે મેનેજર થતી સંસ્થાના હિસ્સા તરીકે ભારતમાં કોર્પોરેટ્સ, રિયલ એસ્ટેટ અને અર્બન ઇન્ફ્રા ફાઇનાન્સિંગ, એસએમઇ અને એમએસએમઇને લોન તથા લોન લેનારાઓને પર્સનલ ફાઇનાન્સ લોન માટે સ્ટ્રક્ચર્ડ સિક્યોર્ડ ટર્મ ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ પ્રદાન કરવામાં કાર્યરત છીએ.

ગ્રાહકો ઉપર અમારા વિશેષ ધ્યાન, અનુભવી મેનેજમેન્ટ ટીમ તથા અમારી એસેટ ઉપર દેખરેખ સાથે અમારા બિઝનેસે નાણાકીય વર્ષ 2019માં તેની કામગીરીની શરૂઆતથી વૃદ્ધિ સાધી છે. અમારી પાસે વૈવિધ્યસભર ફંડિંગ પ્રોફાઇલ છે, જે અમારી મજબૂત લિક્વિડિટી મેનેજમેન્ટ સિસ્ટમ, અમારા મજબૂત ક્રેડિટ રેટિંગ અને બ્રાન્ડ ઇક્વિટીને દર્શાવે છે. એનસીડીનો પબ્લિક ઇશ્યૂ અમારી જવાબદારીના વૈવિધ્યકરણની રણનીતિને અનુરૂપ છે.

કૂપન રેટઃ

આ એનસીડી વાર્ષિક 9 ટકાથી 10 ટકા વચ્ચે કૂપન રેટ ઓફર કરે છે, જેમાં ત્રિમાસિક અને વાર્ષિક વ્યાજનો વિકલ્પ છે. એનસીડીની ત્રણ મુદ્દત – 24 મહિના, 36 મહિના અને 60 મહિનાની રહેશે. કૂપન રેટ અને એનસીડીની પ્રત્યેક સિરિઝની મુદ્દત વિશે નીચેના ઇશ્યૂ સ્ટ્રક્ચરને જૂઓ. એનસીડી બીએસઇ લિમિટેડ ઉપર લિસ્ટ કરવાની દરખાસ્ત છે.

ફંડનો ઉપયોગ

4આ ટ્રેન્ચ 1 ઇશ્યૂ દ્વારા ઊભાં કરાયેલા ભંડોળના ઓછામાં ઓછા 75 ટકાનો ઉપયોગ લેન્ડિંગ, ફાઇનાન્સિંગ તથા કંપનીના વર્તમાન ઋણ ઉપર વ્યાજ અને પ્રિન્સિપલની પુનઃચૂકવણી માટે કરાશે તથા બાકીની રકમનો ઉપયોગ કોર્પોરેટના સામાન્ય હેતુ માટે કરવાન દરખાસ્ત છે, જે ટ્રેન્ચ 1 ઇશ્યૂમાં એકત્રિત કરાયેલી રકમના 25 ટકાથી વધુ ન હોવાને આધીન રહેશે અને તે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઇશ્યૂ એન્ડ લિસ્ટિંગ ઓફ નોન-કન્વર્ટિબલ સિક્યુરિટીઝ), રેગ્યુલેશન્સ 2021 (સેબી એનસીએસ રેગ્યુલેશન)ને અનુરૂપ છે.