MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ 23492- 23325, રેઝિસ્ટન્સ 23767- 23875
નિફ્ટીએ ૨૩,૮૦૦ (અગાઉનો સ્વિંગ હાઇ) ક્રોસ કરવાની જરૂર છે, જે ૨૪,૦૦૦ અને ૨૪,૫૦૦ ઝોન માટે દરવાજા ખોલી શકે છે. જોકે, ૨૩,૪૦૦ તાત્કાલિક સપોર્ટ હોવાની અપેક્ષા છે, ત્યારબાદ ૨૩,૦૦૦ મહત્વપૂર્ણ સપોર્ટ તરીકે આવશે
Stocks to Watch: | HCLTech, EaseMyTrip, SGFinserve, GNFC, SEAMEC, GardenReach, RVNL, CentralBank, BrigadeEnterprises, Wipro, TTKPrestige, Hyundai, CholamandalamInvest |

અમદાવાદ, 25 માર્ચઃ નિફ્ટીએ સફળતા પૂર્વક 100 દિવસીય એવરેજ રેઝિસ્ટન્સ ક્રોસ કરી લીધી છે. અને હવે 22950- 23050 પોઇન્ટ વચ્ચેના ગેપમાંથી બહાર નિકળે તે જોવાનું રહેશે. ઉપરમાં 24075ની 200 દિવસીય એવરેજ રેઝિસ્ટન્સ મહત્વની પૂરવાર થશે. માર્કેટમાં સેકન્ડ હાફમાં વોલેટિલિટી વચ્ચે સુધારાની આગેકૂચ જોવા મળે તેવી શક્યતા બજાર નિષ્ણાતો અને ટેકનિકલ એનાલિસ્ટ્સ જોઇ રહ્યા છે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે કે, આરએસઆઇ 72ના લેવલની હાયર રેન્જમાં છે. તેની સાથે સાથે મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ સુધારાનો સંકેત આપી રહ્યા છે.

૨૪ માર્ચે નિફ્ટી અને બેંક નિફ્ટીએ શાનદાર પ્રદર્શન નોંધાવવા સાથે, ડેઇલી ચાર્ટ ઉપર મજબૂત બુલિશ કેન્ડલ્સ બનાવી અને મજબૂત ટ્રેન્ડ સાથે તમામ મુખ્ય મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ કર્યું છે. તેથી, નિષ્ણાતો માને છે કે ટૂંકાથી મધ્યમ ગાળાનો અંદાજ સકારાત્મક છે. નિફ્ટીએ ૨૩,૮૦૦ (અગાઉનો સ્વિંગ હાઇ) ક્રોસ કરવાની જરૂર છે, જે ૨૪,૦૦૦ અને ૨૪,૫૦૦ ઝોન માટે દરવાજા ખોલી શકે છે. જોકે, ૨૩,૪૦૦ તાત્કાલિક સપોર્ટ હોવાની અપેક્ષા છે, ત્યારબાદ ૨૩,૦૦૦ મહત્વપૂર્ણ સપોર્ટ તરીકે આવશે. બેંક નિફ્ટી માટે, 52,000 તાત્કાલિક રેઝિસ્ટન્સ બનવાની ધારણા છે. તેની ઉપર, 52,500-53,000 જોવાલાયક સ્તરો છે. જોકે, સપોર્ટ 50,800 પર મૂકવામાં આવ્યો છે.
નિફ્ટી | સપોર્ટ 23492- 23325, રેઝિસ્ટન્સ 23767- 23875 |
બેન્ક નિફ્ટી | સપોર્ટ 51067- 50429, રેઝિસ્ટન્સ 52072- 52439 |
સોમવાર, 24 માર્ચના રોજ, નિફ્ટી 50 308 પોઈન્ટ (1.32%) વધીને 23,658 પર પહોંચ્યો, જ્યારે બેંક નિફ્ટીએ નિફ્ટી 50 કરતા વધુ સારો દેખાવ કર્યો, 1,111 પોઈન્ટ (2.2%) વધીને 51,705 પર પહોંચ્યો, હતો. NSE પર 938 શેર ઘટ્યા હતા તેની સરખામણીમાં લગભગ 1,720 શેરમાં સુધારો જોવા મળ્યો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ પોઝિટિવ બની છે.

ફંડ ફ્લો એક્શન: વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ 24 માર્ચે રૂ. 3,055.76 કરોડની ખરીદી કરી હતી. તેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ રૂ. 98.5 કરોડની ખરીદી નોંધાવી હતી.