ગોપાલ સ્નેક્સ લિમિટેડ દ્વારા સ્વાદિષ્ટ વેફર બિસ્કીટની આકર્ષક શ્રેણી લોન્ચ કરી
અમદાવાદ, 17 જુલાઇ: ગોપાલ સ્નેક્સ લિમિટેડ ભારતમાં સંગઠિત પરંપરાગત નાસ્તા ક્ષેત્રમાં જાણીતી અગ્રણી કંપની છે. આ બ્રાંડે ખાસ કરીને યુવા, મહત્વાકાંક્ષી ગ્રાહકોને ધ્યાનમાં રાખીને ક્રિસ્ટોસ વેફર બિસ્કિટ લોન્ચ કરીને હવે વેફર બિસ્કિટ શ્રેણીમાં પણ પ્રવેશ કર્યો છે. ચોકલેટ, સ્ટ્રોબેરી અને ઓરેન્જના સ્વાદ સાથે ઉપલબ્ધ આ બિસ્કિટ હળવી અને સ્વાદિષ્ટ મીઠી ક્રંચ આપે છે
હાલમાં જ રજૂ કરવામાં આવેલી ક્રિસ્ટોસ વેફર બિસ્કિટ એ સ્વીટ સ્નેકિંગ સેગમેન્ટમાં ગોપાલ સ્નેક્સનું વિસ્તરણ દર્શાવે છે. પેક દીઠ માત્ર રૂ. 5 ની કિંમત પર ત્રણ આકર્ષક એવાં ચોકલેટ, સ્ટ્રોબેરી અને ઓરેન્જના સ્વાદ સાથે ઉપલબ્ધ આ બિસ્કિટ, એ ખરેખર ઉદ્યોગના સૌથી મોટા ફોર્મેટમાંનું એક છે. દરેક બિસ્કિટ, હળવી અને સ્વાદિષ્ટ મીઠી ક્રંચ આપે છે, જે વિશેષ કરીને બાળકો અને યુવાનો માટે તૈયાર કરવામાં આવી છે.
આ લોન્ચીંગ અવસર પર ગોપાલ સ્નેક્સના સીઈઓ રાજ હડવાણીએ જણાવ્યું હતું કે, “ક્રિસ્ટોસ વેફર બિસ્કિટ સાથે, અમે ખરેખર ગ્રાહકોને પૈસાના મૂલ્ય કરતાં વધુ પ્રદાન કરવાના અમારા મૂળ વચનને વફાદાર રહીને નિરંતર નવીનતા લાવવા પર ફોકસ કરવાનું જારી રાખીએ છીએ. ફક્ત રૂ. 5 માં, આ વેફર બિસ્કિટ દરેક પેકમાં વધુ બાઈટ્સની ખાતરી આપે છે અને પોષણક્ષમતા સાથે ભરપૂર આનંદ આપે છે. આ નવા બિસ્કીટ માટે શરૂઆતનો પ્રતિસાદ ખૂબ જ પ્રોત્સાહક રહ્યો છે અને અમે ઉત્પાદન વધારવા માટે ખુબજ આતુર છીએ.”
ક્રિસ્ટોસ વેફર બિસ્કિટ, શરૂઆતમાં ગુજરાતમાં લોન્ચ કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જ નવા બિસ્કીટની તમામ શ્રેણીઓ અન્ય બજારોમાં પણ લોન્ચ કરવામાં આવશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
