અમદાવાદ,24 જુલાઈ ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે વર્ષ 2030 સુધીમાં ટિયર 2 અને ટિયર 3 શહેરોના 45 ટકા સુધીના તેના રોકાણકારો મેળવવા માટે તેની લાંબા ગાળાની વ્યૂહરચનાની આજે જાહેરાત કરી હતી અને દેશના વિકસિત ભારત વિઝન સાથે સંલગ્ન રહીને તથા સમગ્ર ભારતમાં સંપત્તિ સર્જનને સુલભ બનાવવાની તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. મ્યુચ્યુઅલ ફંડ કામગીરી શરૂ કરવા અંગે સેબની મંજૂરી મળ્યા બાદ કંપનીની પહેલી પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરવામાં આવી હતી. રસપ્રદ વાત છે કે ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડ એ ભારતનું એકમાત્ર ફંડ હાઉસ છે જે એક મહિલા મધુ લુણાવત દ્વારા સ્થાપિત અને સંચાલિત છે.

ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે મજબૂત સંસ્થાકીય વારસા તથા બધાથી અલગ અભિગમ સાથે રૂ. 74.41 ટ્રિલિયનના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો છે. કંપની કઠોર બોટમ-અપ રિસર્ચને રિટેલ-ફ્રેન્ડલી રોકાણ સરળતા સાથે જોડશે અને ભારતના વિસ્તરતા રિટેલ ઇન્વેસ્ટર બેઝમાં સંસ્થાકીય શિસ્તતા લાવશે. અમે 2030 સુધીમાં અમારા રોકાણકારોનો 45 ટકા હિસ્સો ટિયર 2 અને ટિયર 3 શહેરોમાંથી આવે તે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)