અમદાવાદ,29 જુલાઈ: નેફ્રોપ્લસ માટે જાણીતી નેફ્રોકેર હેલ્થ સર્વિસીઝ લિમિટેડે આઈપીઓ દ્વારા ફંડ એકત્રિત કરવા માટે બજાર નિયામક સેબીમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. નેફ્રોપ્લસ 2009માં સ્થપાયેલી ભારતમાં સૌથી મોટી ઓર્ગેનાઇઝ્ડ ડાયાલિસિસ સર્વિસ નેટવર્ક છે જે 21 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 269 શહેરોમાં 447 ક્લિનિક્સ ધરાવે છે અને દર વર્ષે વિશ્વભરમાં 33,000થી વધુ દર્દીઓને સેવાઓ આપે છે. તે ભારતના ઓર્ગેનાઇઝ્ડ માર્કેટમાં 50 ટકાથી વધુનો રેવન્યુ માર્કેટ શેર ધરાવે છે (સારવારની સંખ્યાની બાબતે). તેણે ફિલિપાઇન્સ (34 ક્લિનિક્સ), ઉઝબેકિસ્તાન (4 ક્લિનિક્સ), નેપાળ (5 ક્લિનિક્સ) સહિત તેની આંતરરાષ્ટ્રીય હાજરી પણ વિસ્તારી છે અને તાજેતરમાં જ કિંગડમ ઓફ સાઉદી અરેબિયા થકી મધ્યપૂર્વ બજારમાં પ્રવેશ કર્યો છે.

DRHP મુજબહૈદરાબાદ સ્થિત કંપનીનો પ્રસ્તાવિત આઈપીઓ એ રૂ. 353.4 કરોડ સુધીના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને વેચાણકર્તા શેરધારકો દ્વારા 1,27,92,056 સુધીના ઇક્વિટી શેર (1.27 કરોડ ઇક્વિટી શેર)ની વેચાણ માટેની ઓફર (ઓએફએસ)નું મિશ્રણ છે.

નેફ્રોપ્લસ ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી કુલ રકમનો પૈકી ભારતમાં નવા ડાયાલિસિસ ક્લિનિક્સ ખોલવા માટે રૂ. 129.1 કરોડના મૂડી ખર્ચ માટે,રૂ. 136 કરોડ કંપની દ્વારા લેવામાં આવેલા ચોક્કસ ઉધારની પૂર્વ ચુકવણી અથવા નિર્ધારિત ચુકવણી માટે અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવાનો પ્રસ્તાવ મૂકે છે.

કંપની BRLM સાથે ચર્ચાવિચારણા કરીને આરઓસીમાં રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કરતા પહેલા રૂ. 70.6 કરોડ સુધીના પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ પર વિચાર કરી શકે છે. જો પ્રી-આઈપીઓપ્લેસમેન્ટ હાથ ધરવામાં આવેતો ફ્રેશ ઇશ્યૂને આવા પ્રી-આઈપીઓપ્લેસમેન્ટની હદ સુધી ઘટાડવામાં આવશે.નાણાંકીય વર્ષ 2025માં નેફ્રોપ્લસે રૂ. 755.8 કરોડની કામગીરીથી આવક અને રૂ. 67 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.

આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, એમ્બિટ પ્રાઇવેટ લિમિટેડ, આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીસ લિમિટેડ અને નોમુરા ફાઇનાન્શિયલ એડવાઇઝરી એન્ડ સિક્યોરિટીઝ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)