માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટઃ 24664- 24507, રેઝિસ્ટન્સ 24913- 25004
જ્યાં સુધી NIFTY 24,950 ઝોન (તાત્કાલિક રેઝિસ્ટન્સ)ની નીચે ટ્રેડ કરે છે, અને 24,600 પર મુખ્ય સપોર્ટ આપે છે ત્યાં સુધી કોન્સોલિડેશન ચાલુ રહી શકે છે. દરમિયાન, બેંક NIFTYને 56,600–56,700 તરફ ઉપરની ચાલ માટે 55,800 સપોર્ટ ઉપર ટકી રહેવાની જરૂર છે; જોકે, 55,800 નીચે, મંદી વધુ ઘેરી થઈ શકે છે
| Stocks to Watch: | TIIND, GRANULES, BHARTIAIR, IndiqubeSpaces, GNGElectronics, DilipBuildcon, GMRAirports, AskAutomotive, GEVernova, IGIIndia, LARSEN, Lupin, SBI, TataChemicals, Syngene, PIIndustries, EscortsKubota |
અમદાવાદ, 30 જુલાઇઃ મંગળવારે NIFTYએ સાધારણ સુધારા સાથે 24600 પોઇન્ટની રોક બોટમને જાળવવા કોશિશ કરી છે. જોકે, ઇન્ડેક્સ જ્યાં સુધી તેની 20 દિવસીય એસએમએ 25181 પોઇન્ટની નીચે રહેશે ત્યાં સુધી માર્કેટમાં કોન્સોલિડેશન જારી રહેવા સાથે સેલિંગ પ્રેશર પણ બની રહે તેવી શક્યતા છે. રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ અનુસાર આરએસઆઇ 46ની સપાટીએ ઓવરસોલ્ડ પોઝિશનમાંથી બહાર નીકળી રહ્યાનો સંકેત આપે છે. જોકે, 24950- 25000 પોઇન્ટની સપાટીઓ આગેકૂચ માટે ક્રોસ થવી જરૂરી રહેવાની શરત ટ્રેડર્સ, ઇન્વેસ્ટર્સને ધ્યાનમાં રાખવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.

ત્રણ દિવસના કરેક્શન પછી NIFTY અને બેંક NIFTY ફરી સુધર્યા છે, જેમાં શરૂઆત નબળી કર્યા બાદમાં કરતા સારો દેખાવ કર્યો હતો. બાઉન્સ બેક છતાં, NIFTYએ હજુ પણ લોઅર હાઇ, લોઅર લો લેવલની પેટર્ન જારી રાખી છે અને શોર્ટ મિડિયમ મૂવિંગ એવરેજથી નીચે ટ્રેડ કરે છે. તેથી, જ્યાં સુધી NIFTY 24,950 ઝોન (તાત્કાલિક રેઝિસ્ટન્સ)ની નીચે ટ્રેડ કરે છે, અને 24,600 પર મુખ્ય સપોર્ટ આપે છે ત્યાં સુધી કોન્સોલિડેશન ચાલુ રહી શકે છે. દરમિયાન, બેંક NIFTYને 56,600–56,700 તરફ ઉપરની ચાલ માટે 55,800 સપોર્ટ ઉપર ટકી રહેવાની જરૂર છે; જોકે, 55,800 નીચે, મંદી વધુ ઘેરી થઈ શકે છે.

29 જુલાઈના રોજ, NIFTY 140 પોઈન્ટ (0.57 ટકા) વધીને 24,821 પર પહોંચ્યો હતો, જ્યારે બેંક NIFTY 137 પોઈન્ટ વધીને 56,222 પર પહોંચ્યો હતો, માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહેવા સાથે NSE પર ઘટેલા 916 શેરની સરખામણીમાં લગભગ 1,744 શેરમાં સુધારો જોવા મળ્યો.

India VIX: પાછલા ત્રણ સળંગ સત્રોમાં વધારા પછી 4.46 ટકા ઘટીને 11.53 પર પહોંચ્યો, જેનાથી તેજીવાળાઓને રાહત મળી.
| Stocks in F&O ban: | RBLBank |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
