SBI લાઇફ ઈન્શ્યોરન્સે AU SMALL FINANCE BANK સાથે હાથ મિલાવ્યો
અમદાવાદ,5 ઑગષ્ટ: SBI લાઇફ ઇન્શ્યોરન્સ સૌથી મોટી સ્મૉલ ફાઇનાન્સ બેંક AU SMALL FINANCE BANK સાથે વ્યૂહાત્મક કોર્પોરેટ એજન્સી ભાગીદારી કરી છે. આ ભાગીદારી રાષ્ટ્રીય સ્તરે કોમ્પ્રિહેન્સિવ ઈન્શ્યોરન્સ સૉલ્યુશન્સ સુધી સરળ પહોંચ સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ ધરાવે છે અને અર્થતંત્રના અવિકસિત અને વિકાસશીલ વિસ્તારો સુધી નાણાંકીય સુરક્ષા પહોંચાડીને સરકારના ‘ઈન્શ્યોરન્સ ફોર ઑલ બાય 2047’ મિશનને ટેકો આપે છે.
આ જોડાણ સાથે AU SFB એસબીઆઈ લાઈફના વ્યાપક જીવન વીમા ઉકેલોના પોર્ટફોલિયો, જેમાં સુરક્ષા, બચત અને રોકાણ, બાળક, મની બેક, નિવૃત્તિ વગેરેનો સમાવેશ થાય છે, તેને 21 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા તેના 2,505થી વધુ બેંકિંગ ટચપોઈન્ટ્સના મજબૂત નેટવર્ક દ્વારા વિતરણ કરશે. આ એકીકરણ ગ્રાહકોને એકીકૃત બેન્કિંગ અને વીમા અનુભવ દ્વારા વિવિધ સુરક્ષા અને લાંબા ગાળાની નાણાંકીય આયોજનની જરૂરિયાતો પૂરી કરવા સક્ષમ બનાવશે.
SBI લાઈફની ઈન્શ્યોરન્શ એડૉપ્ટેશનને પ્રોત્સાહન આપવા અને વિશ્વસનીય સુરક્ષા ઉકેલો પૂરા પાડવાની સાબિત કુશળતા સાથે, એયુ એસએફબી સાથેની ભાગીદારી અમારા પહોંચના પ્રયાસોને વધુ મજબૂત બનાવે છે, ખાસ કરીને ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોમાં. આ સહયોગ એયૂના ડિજિટલ પ્લેટફોર્મ અને કસ્ટમર એન્ગેજમેન્ટ ચેનલ્સનો લાભ લઈને ઈન્શ્યોરન્સ જર્નીને સરળ, પારદર્શક અને સુલભ બનાવશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
