અમદાવાદ, 7 ઓગસ્ટ:  ક્રિપ્ટો ડેરિવેટિવ્સ પ્લેટફોર્મ ડેલ્ટા એક્સચેન્જે ટ્રેકર્સના લોન્ચની આજે જાહેરાત કરી હતી. આ એક ઇનોવેટિવ નવી પ્રોડક્ટ છે જેનાથી રોકાણકારો ડિજિટલ એસેટ્સને સીધેસીધી ખરીદી, સ્ટોર કે મેનેજ કરવાની જરૂરિયાત વિના જ બીટકોઈન (BTC) અને ઇથેરિયમ (ETH) જેવી અગ્રણી ક્રિપ્ટોકરન્સીની કિંમતની વધઘટમાં એક્સપોઝર મેળવી શકે છે.

ટ્રેકર્સ એ બિટકોઇન (BTC) અને ઇથેરિયમ (ETH) જેવી ક્રિપ્ટો એસેટ્સની કિંમતની વધઘટને નજીકથી અનુસરે તે પ્રકારે ડિઝાઇન કરાયેલા ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સ છે જે સ્પોટ માર્કેટમાં સીધેસીધી આ એસેટ્સ ખરીદવાના જેવો જ અનુભવ આપે છે. ટ્રેકર ખરીદીને અને હોલ્ડ કરીને રોકાણકારો ડિજિટલ એસેટ્સની સીધી કસ્ટડી લીધા વિના જ સ્પોટ માર્કેટના વળતર દર્શાવતા સીધા પ્રાઇઝ એક્સપોઝરનો લાભ મેળવી શકે છે. રોકાણકારો જે-તે ક્રિપ્ટોકરન્સીની કિંમતમાં થતા વધારાનો લાભ મેળવી શકે છે અને નફો મેળવવા માટે ગમે ત્યારે વેચવાની ફ્લેક્સિબિલિટી પણ જાળવી શકે છે.

ટ્રેકર્સ સ્પોટ ટ્રેડિંગ પ્લેટફોર્મ્સની સરખામણીએ વધુ સારું કોસ્ટ સ્ટ્રક્ચર પૂરું પાડે છે. સ્પોટ માર્કેટ્સ સામાન્ય રીતે ટ્રેડિંગ ફીમાં લગભગ 0.5 ટકાનો ચાર્જ લેતા હોય છે જ્યારે ડેલ્ટા એક્સચેન્જ પર ટ્રેકર્સ 0.05 ટકાની નોંધપાત્ર ઓછી ફી સાથે ઉપલબ્ધ છે જેનાથી પડતરમાં 90 ટકાની બચત થાય છે જે એક્ટિવ ટ્રેડર્સને લાભકર્તા છે. આ ઉપરાંત ટ્રેકર્સ એ ડેરિવેટિવ પ્રોડક્ટ છે જેમાં જે-તે ક્રિપ્ટો એસેટ્સની વાસ્તવમાં કોઈ ટ્રાન્સફર થતી નથી એટલે તે કરવેરાના હેતુઓ માટે સટ્ટાકીય વ્યવસાય આવક કેટેગરી હેઠળ આવે છે જેનાથી નુકસાનને ઓફસેટ કરવાની મંજૂરી મળી શકે છે.

ભારતની ક્રિપ્ટો ઇકોસિસ્ટમ વિકસિત થઈ રહી છે તેમ ડેલ્ટા એક્સચેન્જ રોકાણકારોની જરૂરિયાતો અને નિયમનકારી વાસ્તવિકતાઓ સાથે સુસંગત પ્રોડક્ટ નવીનતા સાથે આગળ વધવાનું ચાલુ રાખે છે. ટ્રેકર્સનું લોન્ચિંગ દેશમાં ક્રિપ્ટો રોકાણ માટે સમાવિષ્ટ,કાર્યક્ષમ અને સુરક્ષિત માર્ગો બનાવવા માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. તે નવા અને અનુભવી રોકાણકારો બંનેને ભારતની ડિજિટલ એસેટ વૃદ્ધિ વાર્તામાં વિશ્વાસપૂર્વક ભાગ લેવા માટે સશક્ત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું રજૂ કરે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)