અમદાવાદ, 8 ઓગસ્ટ:  જ્યુનિપર ગ્રીન એનર્જીએ તેની પેટાકંપની જ્યુનિપર ગ્રીન બીમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તેના 50 મેગાવોટ વિન્ડ પાવર પ્રોજેક્ટના 25 મેગાવોટ વિન્ડ પાવર ક્ષમતાની સફળ સંચાલનની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ 24 જુલાઈ, 2025ના રોજ કાર્યરત થયો હતો, જે તેની શેડ્યુલ્ડ કોમર્શિયલ ઓપરેશન ડેટ (એસસીઓડી) 17 ઓક્ટોબર, 2025થી લગભગ ત્રણ મહિના પહેલા હતો.

જ્યુનિપર ગ્રીન બીમ પ્રાઇવેટ લિમિટેડે કુલ 50 મેગાવોટ ક્ષમતા માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (જીયુવીએનએલ) સાથે પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ (પીપીએ) ઉપર વર્ષ 2023માં હસ્તાક્ષર કર્યાં છે.

જુલાઇ 2025માં જ્યુનિપર ગ્રીન એનર્જીએ તેની પેટાકંપની જ્યુનિપર ગ્રીન બેસ ટુ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 100 મેગાવોટના વિન્ડ પ્રોજેક્ટ માટે જીયુવીએનએલ સાથે પીપીએ ઉપર હસ્તાક્ષર કર્યા હતાં અને જીયુવીએનએલ પાસેથી વધારાના 50 મેગાવોટના વિન્ડ પ્રોજેક્ટ માટે લેટર ઓફ ઇન્ટેન્ટ મેળવ્યો હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)