અમદાવાદ, 18 ઓગસ્ટઃ સેકન્ડરી માર્કેટમાં કોન્સોલિડેશન અને વીક સેન્ટિમેન્ટ વચ્ચે, 18 ઓગસ્ટથી શરૂ થતાં નવા સપ્તાહ દરામિયાન પ્રાઇમરી માર્કેટમાં રૂ. 3,700 કરોડથી વધુ મૂલ્યના 8 IPO એન્ટર થઇ રહ્યા છે. જેમાં મેઈનબોર્ડ સેગમેન્ટમાં 5 IPO દ્વારા રૂ. 3,584 કરોડના ભંડોળ એકત્ર કરવાનો સમાવેશ થાય છે.

મેઈનબોર્ડ સેગમેન્ટમાં એન્ટર થનારા 5 IPOમાંથી, 4 IPO વિક્રમ સોલાર, જેમ એરોમેટિક્સ, પટેલ રિટેલ અને શ્રીજી શિપિંગ ગ્લોબલ 19 ઓગસ્ટના રોજ લોન્ચ થશે.

સોલાર પેનલ ઉત્પાદક વિક્રમ સોલારઃ IPO દ્વારા રૂ. 2,079 કરોડ એકત્ર કરવાની દરખાસ્ત ધરાવે છે. પબ્લિક ઇશ્યૂમાં રૂ. 1,500 કરોડના શેરનો ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 579 કરોડના 1.74 કરોડ શેરનું ઓફર-ફોર-સેલ (OFS) શામેલ છે. ઓફર માટે પ્રાઇસ બેન્ડ રૂ. 315-332 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.

શિપિંગ અને લોજિસ્ટિક્સ કંપની શ્રીજી શિપિંગ ગ્લોબલઃ IPO દ્વારા રૂ. 410.7 કરોડ એકત્ર કરી રહી છે જેમાં સંપૂર્ણપણે ફ્રેશ ઇશ્યૂ 1.6 કરોડ શેરનો સમાવેશ થાય છે, જેની પ્રાઇસબેન્ડ રૂ. 240-252 પ્રતિ શેર છે.

રિટેલ સુપરમાર્કેટ ચેઇન પટેલ રિટેલઃ રૂ. 243 કરોડનો IPO 85.18 લાખ શેરનો ફ્રેશ ઇશ્યૂ અને 10.02 લાખ શેરનો OFS છે, જેની પ્રાઇસબેન્ડડ રૂ. 237-255 પ્રતિ શેર છે.

જેમ એરોમેટિક્સ IPO દ્વારા રૂ. 451 કરોડ એકત્ર કરવાની દરખાસ્ત ધરાવે છે, જે રૂ. 175 કરોડના મૂલ્યના શેરના નવા ઇશ્યૂ અને પ્રમોટર્સ અને રોકાણકાર DoTERRA દ્વારા 85 લાખ શેરના ઓફર-ફોર-સેલનું સંયોજન છે. ઓફર માટે પ્રાઇસ બેન્ડ રૂ. 309-325 પ્રતિ શેર છે.

આ ચારેય જાહેર ઇશ્યૂ 21 ઓગસ્ટના રોજ બંધ થશે.

મંગલ ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રીઝ 20 ઓગસ્ટના રોજ પ્રતિ શેર રૂ. 533-561ની પ્રાઇસ બેન્ડ સાથે સબસ્ક્રિપ્શન માટે ખુલશે. તે નવા ઇશ્યૂ દ્વારા સંપૂર્ણપણે રૂ. 400 કરોડ એકત્ર કરી રહી છે.

એસએમઇ સેગ્મેન્ટમાં ખૂલશે 3 IPO

SME સેગમેન્ટમાં, રોકાણકારો ત્રણ પ્રથમ જાહેર ઇશ્યૂ Studio LSD, LGT Business Connextions, અને Classic Electrodes (India) આ સપ્તાહે અનુક્રમે 18 ઓગસ્ટ, 19 ઓગસ્ટ અને 22 ઓગસ્ટના રોજ ખુલશે.

મલ્ટીમીડિયા પ્રોડક્શન હાઉસ સ્ટુડિયો LSD રૂ. 48-51ની પ્રાઇસ બેન્ડ સાથે જાહેર ઇશ્યૂ દ્વારા રૂ. 70 કરોડથી વધુ એકત્ર કરવાનો ઇરાદો ધરાવે છે. ટ્રાવેલ સર્વિસ એગ્રીગેટર LGT બિઝનેસ કનેક્શન્સ રૂ. 107 પ્રતિ શેરના નિશ્ચિત ભાવે IPO દ્વારા રૂ. 28.09 કરોડ એકત્ર કરવાની દરખાસ્ત ધરાવે છે. કોલકાતા સ્થિત વેલ્ડિંગ કન્ઝ્યુમેબલ્સ ઉત્પાદક ક્લાસિક ઇલેક્ટ્રોડ્સ (ઇન્ડિયા) તેના IPO દ્વારા રૂ. 41.5 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખે છે. ઓફર માટે પ્રાઇસ બેન્ડ રૂ. 82-87 નક્કી કરવામાં આવી છે.

What is IPO Listing?

આ સપ્તાહે 7 કંપનીઓના થશે લિસ્ટિંગ

આ અઠવાડિયે, કુલ 7 IPO લિસ્ટિંગ માટે સજ્જ છે. જેમાં બ્લુસ્ટોન જ્વેલરી એન્ડ લાઇફસ્ટાઇલ, અને રીગાલ રિસોર્સિસ મુખ્ય બોર્ડ સેગમેન્ટમાંથી શામેલ છે. રોકાણકારો 19 ઓગસ્ટથી BSE અને NSE પર બ્લુસ્ટોન જ્વેલરીના શેરમાં ટ્રેડિંગ શરૂ કરી શકે છે, ત્યારબાદ 20 ઓગસ્ટથી રીગાલ રિસોર્સિસ આવે છે. બ્લુસ્ટોન જ્વેલરીના શેરને ગ્રે માર્કેટમાં કોઈ પ્રીમિયમ મળ્યું ન હતું, પરંતુ રીગાલ રિસોર્સિસના શેરને લગભગ 25 ટકા પ્રીમિયમ હોવાનું પ્રાઇમરી માર્કેટના બિનસત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. SME સેગમેન્ટમાં, ત્રણ કંપનીઓ 18 ઓગસ્ટના રોજ, અઠવાડિયાના પહેલા દિવસે, BSE SME પર સ્ટાર ઇમેજિંગ અને પાથ લેબ સાથે, અને બાકીની બે મેડિસ્ટેપ હેલ્થકેર અને ANB મેટલ કાસ્ટ NSE ઇમર્જ પર લોન્ચ થશે.

વધુમાં, Icodex Publishing Solutions ના શેરનું ટ્રેડિંગ 19 ઓગસ્ટથી BSE SME પર અને મહેન્દ્ર રિયલ્ટર્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેરનું ટ્રેડિંગ 20 ઓગસ્ટથી NSE ઇમર્જ પર શરૂ થશે.