અમદાવાદ, 22 ઓગસ્ટઃ  મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ આજે જાહેરાત કરી હતી કે બંને કંપનીઓ નવી લોન્ચ કરેલી XUV 3XO REVX A સાથે શરૂઆત કરતા મહિન્દ્રાની કેટેગરી ડિસ્રપ્ટ કરતી XUV 3XO માં ડોલ્બી એટમોસ રજૂ કરીને વધુ એક્સેસિબિલ કારમાં ઓડિયો એન્ટરટેઇનમેન્ટ અનુભવને પુનઃવ્યાખ્યાયિત કરશે. આ સાથે મહિન્દ્રાની XUV 3XO REVX A વેરિઅન્ટ ડોલ્બી એટમોસ ધરાવતી રૂ. 12 લાખથી ઓછી કિંમતની  વિશ્વની પહેલી એસયુવી બની છે.

REVX A ઉપરાંત ડોલ્બી એટમોસ વેરિઅન્ટ્સ AX5L, AX7 and AX7L માં પણ ઉપલબ્ધ કરાવાશે. આ સિસ્ટમમાં સિક્સ-સ્પીકર ઓડિયો લેઆઉટ છે જે XUV 3XO ના અનોખા કેબિન આર્કિટેક્ચરને પૂરક બનાવે તે પ્રકારે કાળજીપૂર્વક બનાવવામાં આવ્યો છે જે એવો અવાજનો એવો અનેરો અનુભવ પૂરો પાડે છે જે પેસેન્જર્સને ધ્વનિના કેન્દ્ર સુધી લઈ જાય છે. AX7L વેરિઅન્ટ આ અનુભવને વધારાના સબવૂફર સાથે નવા જ સ્તરે લઈ જાય છે અને વધુ ડીપ બાસ અને ઉચ્ચ સાઉન્ડ ક્લેરિટી પૂરી પાડે છે જે સાચા અર્થમાં સિનેમેટિક અવાજ ઊભો કરે છે. ડોલ્બી એટમોસ સાથેના XUV 3XO ના ચારેય વેરિઅન્ટ્સ સપ્ટેમ્બરના મધ્ય ભાગથી ગ્રાહકોને ઉપલબ્ધ કરાવાશે.

XUV 3XO હવે ચોથી મહિન્દ્રા વ્હીકલ સિરીઝ છે જેમાં ડોલ્બી એટમોસ છે, કારણ કે કંપની તેની ઓફરોમાં ઇન-કેબિન મનોરંજન અનુભવ માટે ધોરણ વધારવાનું ચાલુ રાખે છે. ડોલ્બી એટમોસ સૌપ્રથમ BE 6 અને XEV 9e ઇલેક્ટ્રિક ઓરિજિન એસયુવીમાં રજૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ Thar ROXXમાં આવ્યું હતું.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)