- Business
- Elections Politics Sentiment
- Entertainment
- Fashion
- FLASH NEWS
- ઈકોનોમી
- કોમોડિટી
- કોર્પોરેટ ન્યૂઝ
- ક્રિપ્ટો
- પર્સનલ ફાઇનાન્સ
- મ્યુચ્યુઅલ ફંડ
- શેર બજાર
MARKET LENS: NIFTY માટે 23000ની રોક બોટમ, નીચામાં 22800ની રાહ જોઇ રહેલાં રોકાણકારો

Fedની બેઠકના પરિણામો પહેલાં ટ્રેડર્સ સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે. જો બજારમાં ઉછાળો જોવા મળે, તો નિફ્ટી માટે 23,200–23,400નો ઝોન મહત્વપૂર્ણ રહેશે. જોકે, 23,000ના લેવલે સપોર્ટ છે અને આ લેવલની નીચે જવાથી panic selling જોવા મળી શકે છે.
| STOCKS TO WATCH: | Groww, Saatvik Green Energy, Sonata Software, BHELs, Titagarh Rail, NBCC, India Pesticides, Blue Star, GMM Pfaudler, Aurobindo Pharma,Tata Comm, Kanohar Electricals, Prasol Chemicals, Glass Wall Systems |
અમદાવાદ, 16 સપ્ટેમ્બરઃ સેકન્ડરી માર્કેટમાં સન્નાટો અને પ્રાઇમરી માર્કેટમાં ઇશ્યૂઓની ભરમાર વચ્ચે સામાન્ય રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાઇ ચૂક્યું છે. આવનારા પ્રત્યેક ઉછાળા ઉભરા સાબિત થઇ રહ્યા છે. તે સંજોગોમાં ટેકનિકલ એનાલિસ્ટ્સ સજેસ્ટ કરી રહ્યા છે કે, ડેઈલી ચાર્ટ પર, નિફ્ટી છેલ્લા 14 ટ્રેડિંગ સત્રોથી અગાઉના દિવસની highની ઉપર બંધ થઈ શક્યો નથી. સપ્ટેમ્બર 2026ની શરૂઆતથી અત્યાર સુધીમાં નિફ્ટીમાં લગભગ 1,000 પોઈન્ટનો કડાકો નોંધાયો છે. નોંધપાત્ર રિકવરી વિના થયેલા આ તીવ્ર ઘટાડાને કારણે, ડેઈલી RSI હવે ઓવરસોલ્ડ ઝોનમાં પ્રવેશીને ટ્રેડ થઈ રહ્યો છે. તેથી, બજારમાં સામાન્ય પુલબેક રેલીની શક્યતાને નકારી શકાય નહીં. ઓપન ઈન્ટરેસ્ટના ડેટા મુજબ, કોલ બાજુએ 23,400ના લેવલે સૌથી વધુ ઓપન ઈન્ટરેસ્ટ છે, જે ટૂંકા ગાળા માટે હર્ડલ બની શકે છે. જ્યારે નીચેની તરફ, 23,000ના લેવલે સૌથી વધુ પુટ ઓપન ઈન્ટરેસ્ટ છે; આ લેવલ તૂટવાથી મંદીની આગેકૂચ જોવા મળી શકે તેવી શક્યતા છે.
નિફ્ટીમાં 23,045-23,000ના ટાર્ગેટ્સ સાથે ટ્રેન્ડનો લાભ લેવા માટે સેલ ઓન રાઈઝની ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ બજાર પંડિતો આપી રહ્યા છે. નિફ્ટી માટે 23,420 નજીકનો resistance છે. આ લેવલની ઉપર જવાથી ઉછાળાની શક્યતાઓ વધી શકે છે.
ડેઈલી ચાર્ટ પર, બેંક નિફ્ટી સપ્ટેમ્બર 2026ની શરૂઆતથી નીચેની તરફ ગતિ કરી રહ્યો છે અને લોઅર હાઈ -લોઅર લોની સ્પષ્ટ શ્રેણી બનાવી રહ્યો છે, જે સૂચવે છે કે ટૂંકા ગાળાનો ટ્રેન્ડ બેરિશ છે. ડેઈલી RSI 35ની આસપાસ છે; જોકે તે નબળી momentum સૂચવે છે, છતાં તે હજુ સુધી ઊંડા ‘ઓવરસોલ્ડ’ ઝોનમાં પ્રવેશ્યો નથી. આ સૂચવે છે કે નિફ્ટી અત્યંત ઓવરસોલ્ડ ઝોનમાં પહોંચે તે પહેલાં હજુ વધુ ઘટાડાને અવકાશ છે.
બેંક નિફ્ટીનો ટ્રેન્ડ ઘટાડા તરફી છે. ટ્રેન્ડનો લાભ લેવા માટે pullbacks દરમિયાન વેચાણ કરી શકાય છે, જેમાં નીચેની તરફ 55,600-55,550ના લેવલે સપોર્ટ જોવા મળે તેવી શક્યતા છે. ઉપરની તરફ, 57,000 એ નજીકનો રેઝિસ્ટન્સ ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ બજાર નિષ્ણાતો તરફથી મળી રહી છે.
એકંદરે, બજારનો વ્યાપક દ્રષ્ટિકોણ થોડો નેગેટિવ જણાય છે. તેથી, ખાસ કરીને ‘રેઝિસ્ટન્સ ઝોન’ ની નજીક માર્કેટ વધે ત્યારે વેચાણ કરવાની વ્યૂહરચના અપનાવવાની સલાહ નિષ્ણાતો તરફથી આપવામાં આવે છે.
| Mainboard Listing: | Kanohar Electricals, Prasol Chemicals, Glass Wall Systems |
| Results Today: | Tempsens Instruments |
| Stocks Trade Ex-Dividend | 63 Moons Tech, Accedere, Ajmera Realty, Arex Industries, ASI Industries, Atam Valves, Baid Finserv, Bajaj Steel, Bannari Amman Sugars, BLS International, Cineline, Dee Development, De Nora, Denta Water, Eldeco Housing, Emmbi Industries, Garware Hi-Tech, Gujarat Craft, Hindustan Copper, Indo Tech, Jash Engineering, Mangal Compusolution, Northern Spirits, The Phosphate Company, Prakash Pipes, Prakash Industries, Regaal Resources, Rajputana Stainless, Salona Cotspin, Shilp Gravures, Sigma Solve, Stellant Securities, TANFAC, United Drilling, Vijaya Diagnostic, Vinati Organics, VST Tillers, WSFx Global, Zodiac Energy |
| Stock Trades Ex-Date for Rights: | Tuni Textile Mills |
| Stocks in F&O Ban: | Bandhan Bank, Inox Wind, Kaynes Technology, Manappuram Finance, SAIL |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
