સીટ્રોએન ઇન્ડિયાએ એચડીએફસી બેંક સાથે સહભાગીદારી કરી
અમદાવાદ, 3 સપ્ટેમ્બરઃ વાહન ખરીદવાની પ્રક્રિયાને સરળ બનાવવા તથા ગ્રાહકો અને ડીલરો બંને માટે નાણાકીય સુલભતા વધારવાના સહિયારા વિઝનની સાથે, સીટ્રોએન ઇન્ડિયાએ શ્રેષ્ઠ રીટેઇલ અને ડીલર ફાઇનાન્સ સોલ્યુશન્સ પૂરાં પાડવા ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC બેંક સાથે સહભાગીદારી કરી છે. આ વ્યૂહાત્મક પગલું સ્ટેલેન્ટિસ-એચડીએફસીના ગઠબંધનને વધુ મજબૂત બનાવે છે, જેના પગલે એચડીએફસી બેંક ભારતમાં જીપ, માસેરાતી અને હવે સીટ્રોએન સહિતની તમામ સ્ટેલેન્ટિસ બ્રાન્ડ્સ માટે એકમાત્ર પસંદગીની ફાઇનાન્સર બની ગઈ છે.
HDFC બેંકની સમગ્ર ભારતમાં વ્યાપક પહોંચ અને બે દાયકાથી પણ વધુ સમયથી સૌથી વિશ્વસનીય ઑટોમોબાઈલ ફાઇનાન્સર્સ તરીકેની સિદ્ધ થયેલી પરંપરાગત પ્રતિષ્ઠાની સાથે આ જોડાણ સીટ્રોએનના ગ્રાહકો અને ડીલર પાર્ટનરો બંનેને મજબૂત નાણાકીય સહાય પૂરી પાડશે. આ સહભાગીદારીને પગલે ગ્રાહકોને સ્પર્ધાત્મક વ્યાજદરો અને ચૂકવણીના ફ્લેક્સિબલ વિકલ્પોની સાથે વધુ સુવિધા અને સુલભતા મળી રહેશે.
એચડીએફસી એક્સપ્રેસ કાર લૉન એ તેની પ્રમુખ વિશેષતાઓમાંથી એક છે, જે આ ઉદ્યોગજગતનું એક અગ્રણી સોલ્યુશન હોઈ 100% ડિજિટલ ઇન્ટરફેસ દ્વારા 30 મિનિટમાં નાણાંની ચૂકવણી કરે છે અને તેના માટે કોઇપણ ભૌતિક દસ્તાવેજીકરણની જરૂર પડતી નથી. તેનાથી કાર ખરીદવાની પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને ગ્રાહકોને અનુકૂળ બની જાય છે. ઑટો લૉન એ એચડીએફસી બેંકના રીટેઇલ એસેટ્સ સેગમેન્ટમાં નોંધપાત્ર યોગદાન આપે છે. 30 જૂન, 2025 સુધીમાં બેંકના ઑટો લૉનનું બૂકિંગ રૂ. 1.48 લાખ કરોડથી વધુ હતું.
એનિવર્સરી ઑફર્સ અંગે વધુ માહિતી માટે, ગ્રાહકો Citroën.inની મુલાકાત લઈ શકે છે અથવા તેમના નજીકના શૉરૂમનો સંપર્ક કરી શકે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
