અમદાવાદમાં રિલાયન્સ રિટેલના સૌપ્રથમ યુસ્ટા સ્ટોરનો શુભારંભ
અમદાવાદ, 25 સપ્ટેમ્બર: રિલાયન્સ રિટેલની યુથ-ફોકસ્ડ ફેશન બ્રાન્ડ યુસ્ટા એ વિસ્તરણ ચાલુ રાખતા અમદાવાદમાં તેના સૌપ્રથમ સ્ટોરના શુભારંભ કર્યો છે. આ બ્રાન્ડે સોલારિસ બિઝનેસ હબ ખાતે પોતાનું લેટેસ્ટ આઉટલેટ શરૂ કરીને ગુજરાતના ફેશન-પ્રેમી શહેરમાં યુસ્ટાએ પ્રવેશ કર્યો છે.

યુસ્ટાએ તાજેતરમાં ભારતમાં 100 સ્ટોરનો આંક પાર કર્યો છે, જે આ બ્રાન્ડના ઝડપી રાષ્ટ્રવ્યાપી વિસ્તરણને દર્શાવે છે. યુસ્ટા બ્રાન્ડ હવે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા, રાજસ્થાન અને હવે ગુજરાત સહિતના મુખ્ય બજારોમાં ઉપસ્થિતિ ધરાવે છે.
યુસ્ટાના ફેસ્ટિવ કલેક્શન સાથે અમદાવાદ સ્ટોરનો પ્રારંભ થયો છે અને દર ગુરુવારે નવા ડ્રોપ્સ થકી આ બ્રાન્ડની સિગ્નેચર જાળવી રાખે છે, જે બાબત “નેવર ધ સેમ” હોવાના તેના વચનને પરિપૂર્ણ કરે છે અને જેન-ઝીની સતત બદલાતી સ્ટાઈલને લગતી પસંદગીઓની સાથે તાલ મિલાવી રાખે છે.
આજના ફેશન-ફોરવર્ડ યુવા વર્ગની ચાહના પરિપૂર્ણ કરતી, યુસ્ટા માથાથી પગ સુધીના દેખાવથી લઈને યુનિસેક્સ અને કેરેક્ટર-ઈન્સ્પાયર્ડ મર્ચેન્ડાઈઝ સુધી એપેરલ, ફૂટવેર અને એસેસરીઝની વિશાળ શ્રેણી ઓફર કરે છે અને તે બધું ફક્ત ₹179થી શરૂ થતી સુલભ કિંમતે.
આ સ્ટોર આધુનિક, ટેક-એનેબલ્ડ શોપિંગ અનુભૂતિ પ્રસ્તુત કરે છે, જેમાં સેલ્ફ-ચેકઆઉટ કાઉન્ટર્સ અને મોબાઇલ ચાર્જિંગ સ્ટેશન સહિતની સુવિધાઓ સામેલ છે. આ સમુદાય સાથે વધુ સારી રીતે જોડાવવા, યુસ્ટા પોતાના શોપર્સને પોતાના કસ્ટમર ઈન્ફ્લુએન્સર પ્રોગ્રામ દ્વારા તેમની પર્સનલ સ્ટાઈલને પ્રદર્શિત કરવા પ્રોત્સાહિત કરે છે.
ગ્રાહકો હવે સોલારિસ બિઝનેસ હબ ખાતેના સ્ટોરમાં અથવા આજિયો અને જિયોમાર્ટ પર બ્રાઉઝ કરીને ઓનલાઈન યુસ્ટાના લેટેસ્ટ કલેક્શન ખરીદી શકે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
