Shankesh Jewellers Limitedએ DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 4 ઓક્ટોબરઃ હેન્ડમેડ સોનાના દાગીનાના વ્યવસાય સાથે સંકળાયેલી અને જ્વેલરી કસ્ટમાઇઝેશન સર્વિસીઝ પૂરી પાડતી શંકેશ જ્વેલર્સ લિમિટેડે કંપનીએ IPO દ્વારા ભંડોળ એકત્રિત કરવા માટે બજાર નિયામક સેબીમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેકટ્સ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે.
2005 માં સ્થપાયેલી આ કંપની અનેક કોર્પોરેટ જ્વેલરી બ્રાન્ડ્સ સહિત અનેક જ્વેલરી બિઝનેસીસ માટે ડિઝાઇન મેનેજ કરવા, મટિરિયલ મેળવવા અને ફિનિશ્ડ જ્વેલરી બનાવવાની પ્રક્રિયા કરતા પ્રિન્સિપલ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. કંપની મુખ્યત્વે એસેટ લાઇટ બિઝનેસ મોડલ પર કામ કરે છે જ્યાં તે ક્લાયન્ટની જરૂરિયાતો મુજબ કારીગરોના અનુભવના આધારે હસ્તકલા આભૂષણો બનાવે છે. નાણાંકીય વર્ષ 2025ના રોજ કંપનીએ ભારતમાં 21 રાજ્યો તથા 4 કેન્દ્રશાસિત પ્રદેશોમાં વેચાણની બાબતે પોતાની મજબૂત છાપ ઉભી કરી છે.
DRHP માં જણાવ્યા મુજબ સૂચિત IPOમાં 3,00,00,000 સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ અને 1,00,00,000 સુધીના ઇક્વિટી શેર્સની વેચાણ માટેની ઓફર હશે. કાંતિલાલ ખીમરાજ જૈન અને મનોજ કાંતિલાલ જૈન પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ છે.
શંકેશ જ્વેલર્સ ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી કુલ રકમનો (1) કંપની દ્વારા લેવાયેલા અંદાજે રૂ. 1,580 મિલિયન (રૂ. 158 કરોડ) જેટલા દેવાની સંપૂર્ણ કે આંશિક ચૂકવણી કે પૂર્વચૂકવણી કરવા માટે (2) કંપનીની રૂ. 380 મિલિયન (રૂ. 38 કરોડ) જેટલી કાર્યશીલ મૂડીની જરૂરિયાતોને ભંડોળ આપવા (3) સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવાની અપીલ કરે છે.
નાણાંકીય વર્ષ 2025માં કંપનીએ રૂ. 1,403.83 કરોડની કામગીરીથી આવકો નોંધાવી હતી. આ જ સમયગાળા દરમિયાન ચોખ્ખો નફો રૂ. 40.31 કરોડ અને આરઓઈ 40.07 ટકા રહ્યા હતા.
આર્યમાન ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડ અને સ્માર્ટ હોરિઝોન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (BRLM) છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
