Premier Industrial Corporation Limited એ DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 4 ઓક્ટોબરઃ પ્રીમિયર ઇન્ડસ્ટ્રિયલ કોર્પોરેશન લિમિટેડે બજાર નિયામક, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપનીના પ્રારંભિક પબ્લિક ઑફરિંગમાં ₹10ની મૂળ કિંમતના 27,900,000 ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે, જેમાં 22,500,000 ઇક્વિટી શેર સુધીનો ફ્રેશ ઇશ્યુ અને 5,400,000 ઇક્વિટી શેર સુધીની ઑફર ફોર સેલ (OFS) નો સમાવેશ થાય છે.
OFSમાં નીચેના વેચાણકર્તા શેરધારકો દ્વારા શેર્સ વેચવામાં આવશે: અરવિંદ છોટાલાલ મોરઝારિયા (2,170,800 ઇક્વિટી શેર સુધી), દિલીપ છોટાલાલ મોરઝારિયા (1,740,030 ઇક્વિટી શેર સુધી), સુભાષ છોટાલાલ મોરઝારિયા (1,078,770 ઇક્વિટી શેર સુધી), લલિત નવીનચંદ્ર મોરઝારિયા (341,895 ઇક્વિટી શેર સુધી) અને નિર્મલા નવીનચંદ્ર મોરઝારિયા (68,505 ઇક્વિટી શેર સુધી).
BRLMની સલાહના આધારે, પ્રીમિયર ઈન્ડસ્ટ્રિયલ કોર્પોરેશન લિમિટેડ, રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કરતા પહેલાં, રૂ. 30 કરોડના પ્રી-આઈપીઓ અંગે વિચારણા કરી શકે છે. પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટના કિસ્સામાં ફ્રેશ ઇશ્યુની રકમ પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ જેટલી ઘટાડવામાં આવશે.
નાણાકીય વર્ષ 2025 દરમિયાન તેણે સ્થાનિક વેલ્ડિંગના કાચા માલ અને કન્ઝ્યુમેબલ્સ ઉદ્યોગમાં પેદા થતી મેટલ અને ફેરો એલોય પાઉડરની એકંદર માંગમાં આશરે 8% (4.9 KTPA) નો ફાળો આપ્યો હતો. કંપનીએ નાણાકીય વર્ષ 2020 અને 2025 વચ્ચે નોંધપાત્ર નાણાકીય કામગીરી દાખવી છે.
વેલ્ડિંગ કન્ઝ્યુમેબલ્સ ઉદ્યોગમાં સૌથી ઝડપથી વિકસતી કંપનીઓ પૈકીની એક હતી, જેણે લગભગ 20% ની રેવન્યુ CAGR હાંસલ કરી, ડિફ્યુઝન એન્જિનિયર્સ (16% CAGR) જેવા સ્પર્ધકોને પાછળ છોડી દીધા હતા. આ વૃદ્ધિ બહેતર નફાકારકતામાં પરિવર્તિત થઈ છે, જેમાં EBITDA CAGR 31.4% અને કર બાદનો નફો (PAT) CAGR 32.6% નોંધાયો હતો. જે બંને સરેરાશ સ્પર્ધક જૂથના CAGRs (જે EBITDA માટે 18.0% થી 19.4% અને PAT માટે 13.7% થી 19.6% સુધીના હતા) ની તુલનાએ નોંધપાત્ર રીતે વધુ હતાં.
કંપનીનો કાર્યકારી નફો નાણાકીય વર્ષ 23માં 8.7% થી લગભગ બમણો થઈને નાણાકીય વર્ષ 25માં 16.8% થતાં કંપનીના નફામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. જે આ સ્પર્ધક જૂથના દેખાવથી તદ્દન વિપરીત છે, જેનો OPM પ્રમાણમાં સ્થિર રહ્યો હતો. તેવી જ રીતે, સમીક્ષાના સમયગાળામાં તેનો નેટ પ્રોફિટ માર્જિન (NPM) 3.4%થી વધીને 10.7% થયો હતો, જે સ્પર્ધક જૂથ દ્વારા નોંધાવાયેલા 8.4%થી 9.2%ના સ્થિર NPM કરતાં ઘણો વધારે છે.
યુનિસ્ટોન કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યુ માટે એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
