અમદાવાદ, 06 નવેમ્બર, 2025 – ભારતની અગ્રણી મોડ્યુલર ફર્નિચર મેન્યુફેક્ચરર અને બ્રાન્ડ સ્પેસવૂડ ફર્નિશર્સ પ્રાઇવેટ લિમિટેડે ભારતમાં કન્ઝ્યુમર અને ગ્રોથ-સ્ટેજ બિઝનેસ ઊભા કરવા પર ધ્યાન આપતી અગ્રણી પ્રાઇવેટ ઇક્વિટી કંપની A91 Partners પાસેથી રૂ. 300 કરોડનું ફંડ એકત્રિત કર્યું છે.

આ રોકાણથી A91 Partners ને સ્પેસવૂડમાં નોંધપાત્ર લઘુમતી હિસ્સો મળશે અને તેનાથી કંપનીના આગામી તબક્કાના વિસ્તરણ માટે, બ્રાન્ડ ઊભી કરવા માટે તથા કામગીરીને મજબૂત બનાવવા માટે વેગ મળશે. ડિઝાઇન નવીનતા, ટકાઉપણું અને કારીગરી પર ધ્યાન કેન્દ્રિત કરીને સ્પેસવૂડે ફુલ-હોમ મોડ્યુલર સોલ્યુશન્સ પ્રોવાઇડર તરીકે મજબૂત પ્રતિષ્ઠા ઊભી કરી છે.

નાણાંકીય વર્ષ 2026 (અંદાજિત) માટે કંપની આશરે રૂ. 700 કરોડની ગ્રુપ આવક હાંસલ કરવાની અપેક્ષા રાખે છે. A91 Partners ના સમર્થન સાથે સ્પેસવૂડ આગામી પાંચ વર્ષમાં નફાકારકતા પર ધ્યાન કેન્દ્રિત કરીને 25-30 ટકા વાર્ષિક વૃદ્ધિનું લક્ષ્ય રાખીને તેના આવકના માર્ગને વેગ આપવાનું લક્ષ્ય રાખે છે. આ ફંડ તેની કામગીરી અને રિટેલ હાજરીને મજબૂત બનાવવા માટે ટેકનોલોજી અપગ્રેડ, પ્રોસેસ ઓટોમેશન અને પ્રતિભાશાળી કર્મચારીઓ મેળવવાની કામગીરીને ટેકો આપશે.

સ્પેસવૂડ ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ ફર્નિચર ઉત્પાદન એકમો પૈકીના એકમનું સંચાલન કરે છે, જે 1 મિલિયન ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે અને અત્યાધુનિક પેનલ તથા શીટ મેટલ પ્રોસેસિંગ ટેકનોલોજીથી સજ્જ છે. તેના વૈવિધ્યસભર પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં SOS બ્રાન્ડ હેઠળ મોડ્યુલર કિચન, વોર્ડરોબ, હોમ ફર્નિચર, પ્રી-હંગ ડોર્સ અને ઓફિસ ફર્નિચરનો સમાવેશ થાય છે.

હાલમાં સ્પેસવૂડ 20થી વધુ શહેરોમાં 35થી વધુ એક્સક્લુઝિવ સ્ટોર્સ ધરાવે છે અને 150 નગરો તથા શહેરોમાં 500થી વધુ પાર્ટનર્સનું ડીલર નેટવર્ક ધરાવે છે. તે આગામી થોડા વર્ષોમાં દેશભરમાં 100 સ્ટોર્સ સુધી વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે, જે એમેઝોન અને પેપરફ્રાય જેવા પ્લેટફોર્મ દ્વારા તેની ઓમ્નિચેનલ હાજરીને વધુ મજબૂત બનાવશે.

આ રોકાણ સાથે સ્પેસવૂડ માસ-પ્રીમિયમ અને પ્રીમિયમ ફર્નિચર કેટેગરીઝમાં તેનું નેતૃત્વ મજબૂત કરવાનું ચાલુ રાખશે, જે મોર્ડન, ફંક્શનલ અને સુંદર લિવિંગ સોલ્યુશન્સ શોધી રહેલા ડિઝાઇન પ્રત્યે સભાન ગ્રાહકોને સેવાઓ પૂરી પાડશે.

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)