અમદાવાદ,10 નવેમ્બર:  ICT અને ડિજિટલ કનેક્ટિવિટી સોલ્યુશન્સ પ્રોવાઇડર ઇશાન નેટસોલ પ્રાઇવેટ લિમિટેડે સાત વર્ષના ગાળા માટે સુરતમાં 1,000 સ્થળોએ મજબૂત ઇન્ટરનેટ અને ઇન્ટ્રાનેટ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) સાથે કરાર કર્યો છે.

આ પહેલ સુરતના સ્માર્ટ સિટી વિઝન માટે ડિજિટલ કરોડરજ્જુ સાબિત તશે અને સીસીટીવી સર્વેલન્સ, SCADA સિસ્ટમ્સ, એટેન્ડન્સ સિસ્ટમ્સ અને અન્ય નાગરિક-કેન્દ્રિત એપ્લિકેશન્સ જેવી મહત્વની નાગરિક સેવાઓની અવિરત કામગીરી સક્ષમ કરશે. વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે આ પ્રોજેક્ટમાં બેકઅપ ઇન્ટરનેટ સુવિધાઓ માટેની જોગવાઈઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે તમામ કનેક્ટેડ સાઇટ્સ પર 99.5 ટકા અપટાઇમની ગેરંટી આપે છે.

હાઇ-પર્ફોર્મન્સ નેટવર્ક સોલ્યુશન્સ પૂરા પાડવામાં તેની નિપુણતાનો લાભ લેતા ઇશાન MPLS ડાર્ક ફાઇબર કનેક્ટિવિટી લાગુ કરશે અને એસએમસીની વધતી ડિજિટલ ઇકોસિસ્ટમને ટેકો આપવા માટે સુરક્ષિત અને સ્કેલેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરશે.

ઇશાન ટેક્નોલોજીસના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પિંકેશ કોટેચાએ જણાવ્યું કે, “સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાથેની આ ભાગીદારી ભારતની સ્માર્ટ સિટી યાત્રા માટે વિશ્વસનીય આઇસીટી સક્ષમકર્તા તરીકેની અમારી ભૂમિકા રજૂ કરે છે. સ્થિતિસ્થાપક અને ભવિષ્ય માટે તૈયાર કનેક્ટિવિટી પૂરી પાડીને, અમે સુરતને કાર્યક્ષમ, ટેકનોલોજી-આધારિત ગવર્નન્સ પ્રદાન કરવા તથા તેના નાગરિકો માટે જીવનની ગુણવત્તા વધારવા માટે સશક્ત બનાવવાનો ઉદ્દેશ્ય રાખીએ છીએ.”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)