HDFC BANK સ્માર્ટગેટવે પેમેન્ટ પ્લેટફૉર્મમાં CBDC (ડિજિટલ રુપી)નું એકીકરણ કરવામાં આવ્યું
અમદાવાદ, 6 જાન્યુઆરીઃ HDFC BANK એઆજે તેના ઑનલાઇન મર્ચંટ પેમેન્ટ પ્લેટફૉર્મ સ્માર્ટગેટવેમાં રીઝર્વ બેંક ઑફ ઇન્ડિયાની સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) ડિજિટલ રુપી (e₹)નું એકીકરણ કરવાની જાહેરાત કરી હતી. આ એકીકરણને પગલે મર્ચંટ્સ ગ્રાહકોને એચડીએફસી બેંકની ચેકઆઉટ સિસ્ટમની અંદર જ સલામત, કોઇપણ ખર્ચ વગર સોવરેન-બૅક્ડ ડિજિટલ ચૂકવણીના વિકલ્પો પૂરાં પાડી શકશે.
આ એકીકરણને પગલે સ્માર્ટગેટવે યુપીઆઈ, કાર્ડ અને નેટ બેંકિંગ જેવા ચૂકવણીના વર્તમાન મૉડ્સની સાથે-સાથે મર્ચંટ્સ ટ્રાન્ઝેક્શનના ખર્ચ વગર ડિજિટલ રુપી મારફતે ચૂકવણીઓ સ્વીકારી શકશે. ગ્રાહકોને ખામીરહિત ડિજિટલ ચૂકવણીઓના અનુભવનો લાભ મળશે, જે ત્વરિત અને સલામત બંને છે.
ડિસેમ્બર 2025 સુધીમાં એચડીએફસી બેંક લગભગ 8.45 લાખ નોંધાયેલા સીબીડીસી વૉલેટને સેવા પૂરી પાડી રહેલી પાઇલટ બેંકોમાંથી એક હતી, જેમાં દર મહિને 13,000થી 15,000 નવા વૉલેટ્સ ઉમેરાઈ રહ્યાં છે.
એક પણ રૂપિયો લીધા વિના CBCDમર્ચંટ્સને ભવિષ્ય માટે સજ્જ, મધ્યસ્થી વગરની ચૂકવણીની પદ્ધતિ પૂરી પાડી રહી છે, જે સેટલમેન્ટની નિશ્ચિતતાને સુધારે છે અને ઓપરેશનલ ઑવરહેડ્સને ઘટાડે છે. ગ્રાહકો માટે ડિજિટલ રુપી આરબીઆઈ દ્વારા સમર્થિત ડિજિટલ ચલણના વિશ્વાસની સાથે યુપીઆઈની સુગમતા પૂરી પાડે છે, જે દરેક ટ્રાન્ઝેક્શનને ઝડપી, સલામત અને ફ્રી બનાવે છે.
મર્ચંટ્સ માટે સીબીડીસીનું સ્માર્ટગેટવેમાં એકીકરણ કરીને એચડીએફસી બેંક ગ્રાહકોને ચૂકવણીની વધુ એક પદ્ધતિ પૂરી પાડી રહી છે અને વિવિધ વ્યવસાયોને સોવરેન-બૅક્ડ ડિજિટલ કરન્સીના લાભ આપી રહી છે. આ પહેલ ડિજિટલ-ફર્સ્ટ લીડર તરીકેની એચડીએફસી બેંકની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે તથા નવીનીકરણ અને કૅશ-લાઇટ, સમાવેશી ડિજિટલ અર્થતંત્ર બનવાની દિશામાં ભારતના રૂપાંતરણને સમર્થન પૂરું પાડવા માટેની તેની મક્કમ કટિબદ્ધતાને દર્શાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
