UNION MUTUAL FUNDએ ARTHAYA SIFના લોન્ચ સાથે સ્પેશ્યલાઈઝ્ડ ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સમાં પ્રવેશ કર્યો
અમદાવાદ, 30 જાન્યુઆરી:યુનિયન એસેટ મેનેજમેન્ટ કંપની પ્રાઈવેટ લિ. (UNION AMC)એ અર્થયા એસઆઈએફના લોન્ચિંગ સાથે સ્પેશ્યલાઈઝ્ડ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (SIF)માં પ્રવેશ કર્યો હોવાની જાહેરાત કરી છે. યુનિયન મ્યુચ્યુઅલ ફંડ ઓફર કરવામાં આવેલું આ પ્લેટફોર્મ ઇક્વિટી, હાઇબ્રિડ અને ફિક્સ્ડ ઇન્કમ સેગમેન્ટમાં હેતુ-આધારિત, સક્રિય રીતે સંચાલિત રોકાણ વ્યૂહરચનાઓ પ્રદાન કરે છે.
‘અર્થયા’ શબ્દ સંસ્કૃત શબ્દ અર્થ પરથી ઉતરી આવ્યો છે. જેનો અર્થ ઉદ્દેશ સંચાલિત સંપત્તિ થાય છે. જે યુનિયન મ્યુચ્યુઅલ ફંડની ઉદ્દેશપૂર્ણ સંપત્તિ સર્જનની ફિલસૂફીને પ્રતિબિંબિત કરે છે. જે આધુનિક દ્રષ્ટિકોણ અને ભારતીય મૂળના મિશ્રણ સાથે રોકાણકારોની લાંબા ગાળાના લક્ષ્યો પૂરા કરતી નાણાકીય યાત્રાને સંરેખિત કરે છે. અર્થયા એસઆઈએફ હેઠળ પહેલી સ્ટ્રેટેજી ટૂંકસમયમાં રજૂ થવાની અપેક્ષા છે. જે મંજૂરીઓને આધિન રહેશે.
આ લોન્ચ સાથે યુનિયન મ્યુચ્યુઅલ ફંડ ઉદ્દેશ દ્વારા સંચાલિત રોકાણ ઉકેલો સાથે રોકાણકારોને ટેકો પ્રદાન કરવાના પ્રયાસોને મજબૂત બનાવે છે. જે સંસ્થાકીય માહિતી અને શિસ્તબદ્ધ અમલીકરણ મારફત તેમની રોકાણ વ્યૂહરચનાને આકાર આપે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
