ક્રિપ્ટો F&O વોલ્યુમ દૈનિક $5 બિલિયનના સ્તરે ડેલ્ટા એક્સચેન્જમાં મજબૂત ભાગીદારી જોવા મળી
અમદાવાદ, 5 ફેબ્રુઆરી: ક્રિપ્ટો ફ્યુચર્સ અને ઓપ્શન્સ (F&O) એક્સચેન્જ ડેલ્ટા એક્સચેન્જે, જાન્યુઆરી 2026 સુધીમાં સરેરાશ $5 બિલિયનનું દૈનિક ટ્રેડિંગ વોલ્યુમ નોંધાવ્યું છે, જે સમગ્ર ભારતમાં ક્રિપ્ટો ડેરિવેટિવ્ઝની ઝડપી સ્વીકૃતિ દર્શાવે છે. સક્રિય રિટેલ ટ્રેડર્સ, ફેમિલી ઓફિસીસ અને પ્રોપ્રાયટરી ડેસ્ક્સના વધતા બેઝ સાથે, અમદાવાદ ડેરિવેટિવ્ઝ પાર્ટિસિપેશન માટે ભારતના સૌથી પરિપક્વ બજારોમાંના એક તરીકે ઉભરી રહ્યું છે.
અલ્ગો માર્કેટપ્લેસ એ ડેલ્ટા એક્સચેન્જની તદ્દન નવી સુવિધા છે, જે નિષ્ણાતો દ્વારા તૈયાર કરાયેલ, નિયમ-આધારિત વ્યૂહરચનાઓ દ્વારા ક્રિપ્ટો ટ્રેડિંગમાં ભાગ લેવાની એક નવી પદ્ધતિ છે. ગ્રાહકો વેરિફાઈડ ટ્રેડર્સ અને ક્રિએટર્સ દ્વારા તૈયાર કરાયેલી સ્ટ્રેટેજીસ શોધવા ઉપરાંત પરફોર્મન્સ ડેટાની સમીક્ષા કરી શકે છે, નજીવી સેકન્ડ્સમાં સ્ટ્રેટેજીસ સબ્સ્ક્રાઇબ કરી શકે છે અને તે સ્ટ્રેટેજીસને તેમના વતી ટ્રેડ એક્ઝિક્યુટ કરવા દઈ શકે છે.
AI-સંચાલિત આસિસ્ટન્ટ API કોપાયલટ પણ લોન્ચ કર્યું છે, જે વપરાશકર્તાઓને ટ્રેડિંગ API કોડ જનરેટ કરવામાં અને સરળ પ્રોમ્પ્ટ્સ દ્વારા વર્કફ્લો નેવિગેટ કરવામાં મદદ કરે છે, જે પ્રોગ્રામિંગનું જ્ઞાન નહીં ધરાવતાં ટ્રેડર્સ માટે પણ અદ્યતન ટ્રેડિંગ ટૂલ્સ ઉપલબ્ધ બનાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)E
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
