અમદાવાદ, 25 ફેબ્રુઆરી:  એરિસ લાઈફસાયન્સિસ લિમિટેડ (એરિસ લાઈફસાયન્સિસ અથવા કંપની)એ તાજેતરમાં ભારતમાં સેમાગ્લુટાઈડના વ્યાપારીકરણ માટે નેટકો ફાર્મા લિમિટેડ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારી ઝડપથી વિકસતા ડાયાબિટીસ અને મેટાબોલિક કેર સેગમેન્ટમાં તેના નેતૃત્વને વધુ મજબૂત અને વિસ્તૃત કરવાની એરિસની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

સેમાગ્લુટાઈડ, એ એક GLP-1 રીસેપ્ટર એગોનિસ્ટ છે, ગ્લાયકેમિક કંટ્રોલ અને વજન ઘટાડવામાં મળેલાં મજબૂત ક્લિનિકલ પરિણામોને કારણે તે વૈશ્વિક સ્તરે ટાઇપ 2 ડાયાબિટીસ અને ક્રોનિક વેઇટ મેનેજમેન્ટના સંચાલનમાં એક પરિવર્તનકારી ઉપચાર તરીકે ઉભરી આવ્યું છે. ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની વધતી સંખ્યા અને મેદસ્વીતાના સંચાલન અંગે વધતી જતી જાગૃતિને ધ્યાનમાં લેતાં, મેટાબોલિક સેગમેન્ટમાં GLP-1 થેરેપી વૃદ્ધિની વ્યાપક તક પૂરી પાડે છે.

એરિસ લાઈફસાયન્સિસે વર્ષો દરમિયાન, દેશભરના એન્ડોક્રિનોલોજિસ્ટ્સ, ડાયાબિટીલોજિસ્ટ્સ અને ફિઝિશિયન્સ સાથેના મજબૂત જોડાણની મદદથી ડાયાબિટોલોજીમાં મજબૂત અને વ્યાપક હાજરી નોંધાવી છે. સેમાગ્લુટાઈડના સમાવેશથી એરિસનો અદ્યતન ડાયાબિટીસ થેરેપી પોર્ટફોલિયો વધુ મજબૂત બનશે અને નેક્સ્ટ જનરેશન મેટાબોલિક સારવારમાં તેની ભાગીદારીમાં વધારો કરશે તેવી અપેક્ષા છે.

આ સહયોગ બંને કંપનીઓની પૂરક શક્તિઓ પર આધારિત છે: જેમાં એરિસની મજબૂત વ્યાપારી અને ડાયાબિટીસ ફ્રેન્ચાઇઝી હાજરી, અને નેટકોની જટિલ ફોર્મ્યુલેશનમાં ઉત્પાદન અને નિયમનકારી કુશળતાનો સમાવેશ થાય છે.

Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)