Renfra એનર્જી ઇન્ડિયાએ રૂ. 400 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 3 જુલાઇઃ તમિલનાડુમાં મુખ્યાલય ધરાવતી ઇન્ટિગ્રેટેડ સોલર અને વિન્ડ એનર્જી સોલ્યુશન્સ પ્રોવાઇડર Renfra એનર્જી ઇન્ડિયા લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (IPO) દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે સેબીમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની મુખ્યત્વે કમર્શિયલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ (સીએન્ડઆઇ) ક્લાયન્ટ્સને સેવા પૂરી પાડે છે.
DRHP મૂજબ પ્રસ્તાવિત IPO રૂ. 430 કરોડ સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ અને સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા 47,94,800 ઇક્વિટી શેર્સનો ઓફર ફોર સેલ (ઓએફએસ) સામેલ છે. Renfra એનર્જીના પ્રમોટર્સ – મુથુરાજ પેરિયાસામી, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તથા જયેન્દ્રન, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ઓએફએસમાં સામેલ થઇ રહ્યાં નથી.
Renfra એનર્જી ઇન્ડિયા લિમિટેડ ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ કંપની દ્વારા ઇશ્યૂ કરાયેલા નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (રૂ. 160 કરોડ)ના રિડમ્પશન માટે, કાર્યકારી મૂડીની જરૂરિયાત (રૂ. 175 કરોડ) અને કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરવાની દરખાસ્ત ધરાવે છે.
વર્ષ 2017માં સ્થાપિત Renfra એનર્જી ઇન્ડિયા લિમિટેડ ટર્નકી ઇપીસી અને રિન્યૂએબલ પ્રોજેક્ટ એક્ઝિક્યુશન સેગમેન્ટમાં કાર્યરત છે, જે તમિલનાડુ અને પોંડિચેરીમાં યુટિલિટી-સ્કેલ તેમજ કમર્શિયલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ (સીએન્ડઆઇ) ગ્રાહકોને સેવા પૂરી પાડે છે. તેની સર્વિસ ઓફરિંગ્સમાં રિન્યૂએબલ એનર્જી સોલ્યુશન્સના ત્રણ બિઝનેસ લાઇન સામેલ છે, જે સોલર એનર્જી સોલ્યુશન્સ, વિન્ડ એનર્જી સોલ્યુશન્સ તથા ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ સર્વિસિસ છે.
કંપની બીઆરએલએમ સાથે પરામર્શ કરીને આરઓસીમાં રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કરતા પહેલા રૂ. 50 કરોડ સુધીના ઇક્વિટી શેરના પ્રી-IPO પ્લેસમેન્ટ ઉપર વિચાર કરી શકે છે. જો પ્રી-IPO પ્લેસમેન્ટ પૂર્ણ થાય તો ફ્રેશ ઇશ્યૂમાંથી એકત્ર કરાયેલ રકમ ઘટાડવામાં આવશે.
Renfra એનર્જીની નાણાકીય વર્ષ 2026માં કામગીરીમાંથી આવકો રૂ. 1,013 કરોડ નોંધાઇ છે, જે નાણાકીય વર્ષ 2023ની તુલનામાં 54.38 ટકા સીએજીઆર દર્શાવે છે. આ સમયગાળામાં પ્રોફિટ આફ્ટર ટેક્સ (પીએટી) રૂ. 156.8 કરોડ નોંધાયો છે.
Renfra એનર્જીએ 15 મે, 2026 સુધીમાં 462.35 મેગાવોટની કુલ સ્થાપિત ક્ષમતા સાથે સંપૂર્ણ પ્રોજેક્ટ્સ હાથ ધર્યાં છે, જેમાં 412.85 મેગાવોટના સોલર પ્રોજેક્ટ્સ અને 49.50 મેગાવોટના વિન્ડ પ્રોજેક્ટ્સ સામેલ છે. હાલમાં 139.10 મેગાવોટની કુલ ક્ષમતાના પ્રોજેક્ટ્સ ચાલી રહ્યાં છે, જેમાં 83.00 મેગાવોટના સોલર પાવર પ્રોજેક્ટ્સ અને 56.10 મેગાવોટના વિન્ડ પાવર પ્રોજેક્ટ્સ કામગીરીના વિવિધ તબક્કે છે.
DRHP મૂજબ કંપનીના લિસ્ટેડ પિઅર્સ કેપીઆઇ ગ્રીન એનર્જી લિમિટડ, કે.પી. એનર્જી લિમિટેડ, સોલરવર્લ્ડ એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ અને ઝોડિયાક એનર્જી લિમિટેડ઼ છે.
યુનિસ્ટોન કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર (બીઆરએલએમ) છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
