અમદાવાદ,14 એપ્રિલ:સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા નોંધાયેલ ESG રેટિંગ પ્રદાતા અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) ને CARE ESG રેટિંગ્સ લિ. (CareEdge-ESG)એ 87.3 ના સ્કોર સાથે CareEdge-ESG 1+ રેટિંગ પ્રાપ્ત થયું છે. CareEdge-ESG દ્વારા મૂલ્યાંકન કરાયેલી તમામ ભારતીય કંપનીઓમાં આ સ્કોર સાથે અદાણી ગ્રીન ટોચના શિખર પર રહી છે.

પર્યાવરણીય, સામાજિક અને શાસનના જોખમો અને તકોના વ્યાપક મૂલ્યાંકન પર આધારિત CareEdge-ESG નું મૂલ્યાંકન એક મોટા ઉપયોગિતા-સ્તરીય નવીનીકરણીય ઉર્જાના વિકાસકાર તરીકે તેની કામગીરીમાં ટકાઉપણું એકીકૃત કરવામાં આ રેટિંગ કંપનીના ટકાઉપણાને સમર્પિત નેતૃત્વને પ્રતિબિંબિત કરવા સાથે બહુવિધ સૂચકાંકો અને સાથી ઔદ્યોગિક કંપનીઓને તારવે છે. આ મૂલ્યાંકન પારદર્શક જાહેરાતો અને માળખાગત દેખરેખ પદ્ધતિઓ દ્વારા સમર્થિત, આબોહવાના જોખમોનું વ્યવસ્થાપન, પાણી અને કચરાના વ્યવસ્થાપન, જૈવવિવિધતા સંરક્ષણ અને શાસન પ્રણાલિઓમાં મજબૂત પ્રદર્શન દર્શાવતું આ રેટિંગ સુદ્રઢ વ્યાખ્યાયિત નીતિઓ, વ્યવસ્થાપન પ્ધ્ધતિઓ અને ESG વિચારણાઓના સાહસ વ્યાપી એકીકરણ મારફત પર્યાવરણીય અને સામાજિક જોખમોના પ્રબંધન માટે અદાણી ગ્રીન એનર્જીના માળખાકીય અભિગમને રેખાંકિત કરે છે.

અદાણી સમૂહના ઇન્ફ્રાસ્ટ્રક્ચર-આધારિત નવીનીકરણીય ઉર્જા, બંદરો, લોજિસ્ટિક્સ અને ઉપયોગિતાઓને આવરી લેતા પોર્ટફોલિયોમાં ટકાઉપણુંને સમાવવા પ્રત્યેના પરિવર્તનના અભિગમને આ માન્યતા વ્યાપક સ્તરે પ્રતિબિંબિત કરે છે, છે. ESGનું એકીકરણ મહત્તમ વ્યવસાયોમાં શાસન પધ્ધતિ, જોખમ વ્યવસ્થાપનનું માળખું અને લાંબા ગાળા માટેની મૂડી ફાળવણીને આકાર આપી રહ્યું છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)