અમદાવાદ,14 એપ્રિલ: બેંક ઓફ બરોડા અને રિલાયન્સ જિયોએ આજે ‘બોબ વર્લ્ડ લાઇટ’ લોન્ચ કરવા માટે ભાગીદારીની જાહેરાત કરી છે, જિયો ફોન પ્રાઇમા 4G ડિવાઇસ પર ઉપલબ્ધ આ એપ્લિકેશન ખાસ કરીને ફીચર ફોન વપરાશકર્તાઓ માટે તૈયાર કરવામાં આવેલી પ્રથમ વ્યાપક મોબાઈલ બેંકિંગ એપ છે. ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સર્વસમાવેશક અભિગમને પ્રોત્સાહન આપવા અને ફીચર ફોન વપરાશકર્તાઓ માટે ડિજિટલ પેમેન્ટ્સ સુલભ બનાવવાના વિઝનને અનુરૂપ આ ક્ષેત્રની પ્રથમ પહેલ દેશભરના કરોડો લોકો સુધી અડચણ વગરની અને વ્યાપક ડિજિટલ બેંકિંગ સેવાઓ પહોંચાડશે. આ એપ બેંક ઓફ બરોડાના વર્તમાન ગ્રાહકો તેમજ અન્ય કોઈપણ બેંકના ગ્રાહકો માટે એક સરળ અને અનુકૂળ જાતે ઉપયોગમાં લઈ શકે તેવી પ્રક્રિયા થકી ઉપલબ્ધ થશે.

સ્માર્ટફોન પર જ ચાલતી પરંપરાગત મોબાઈલ બેંકિંગ એપ્સથી વિપરીત, બોબ વર્લ્ડ લાઇટ એપ સસ્તા ફીચર ફોન પર રોજિંદી બેંકિંગ સેવાઓની સંપૂર્ણ સુવિધા પૂરી પાડવા માટે તૈયાર કરવામાં આવી છે, જેનાથી અર્ધ-શહેરી અને ગ્રામીણ ભારતમાં તેની પહોંચનો વિસ્તાર થશે. આ એપ હળવા અને ઓછા બેન્ડવિડ્થવાળા માળખા પર આધારિત છે, જે કીપેડ નેવિગેશન અને સુરક્ષિત એક્સેસની સુવિધા આપે છે, જેનાથી ડિજિટલ બેંકિંગ સરળ, અવરોધરહિત અને સુલભ બને છે.

બોબ વર્લ્ડ લાઇટ મોબાઈલ બેંકિંગ એપ હાલમાં યુપીઆઇ આધારિત સ્કેન એન્ડ પે તથા પૈસા મોકલવા, બિલ પેમેન્ટ અને રિચાર્જ તેમજ પ્રોફાઇલ મેનેજમેન્ટ જેવી સુવિધાઓ આપે છે, જેમાં આગામી સમયમાં વધુ સુવિધાઓ ઉમેરવામાં આવશે. આ ભાગીદારી હેઠળ આ એપ જિયોફોન પ્રાઇમા 4G ડિવાઇસિસમાં પહેલેથી ઇન્સ્ટોલ કરેલી આવશે અને હોમ સ્ક્રીન પરથી સીધી જ એક્સેસ કરી શકાશે. હાલના જિયોફોન પ્રાઇમા 4G વપરાશકર્તાઓ જિયોસ્ટોર પરથી ‘બોબ વર્લ્ડ લાઇટ’ એપ મેળવી શકે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)