વર્ષ ૨૫-૨૬ માં હાર્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂ. ૧. લાખ કરોડથી વધુનું વિક્રમી મૂડી રોકાણ કર્યુઃ ગૌતમ અદાણી

વાર્ષિક સામાન્ય સભાને સંબોધન કરતાં ગૌતમ અદાણી

અમદાવાદ, 25 જૂનઃ સમૂહના ઇતિહાસમાં કેટલાક વર્ષો એવા હોય છે જે સીમાચિહ્નોથી વિશેષ હોવા સાથે તે નિર્ણાયક વર્ષો બની જાય છે – જે વર્ષો વિશ્વાસની શક્તિ પુરવાર કરે છે, જે વર્ષો સ્થિતિસ્થાપકતાની શક્તિ દર્શાવે છે,  આ વર્ષો સ્પષ્ટતાની વાટ જોનારાઓ અને અસ્થિરતામાંથી નિર્માણ કરનારાઓ વચ્ચેનો ફરક દર્શાવે છે. નાણા વર્ષ ૨૦૨૫-૨૬ આપના અદાણી સમૂહ માટે એક એવું વર્ષ હતું.

પડકારની તીવ્રતા નહીં, પરંતુ આપણા લક્ષ્યની સ્પષ્ટતા.  ટીકા નહીં પણ રાષ્ટ્ર નિર્માણમાં આપણે જે વિશ્વાસ રાખીએ છીએ. આ ભરોસાનું એક ઉત્તમ ઉદાહરણ દોહરાવું તો વર્ષના આરંભે આપણો રુ.૨૫,000 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ હતો. આ બાબતને ફક્ત એક મૂડી ઘટના કરતાં મેં તેને આપણી વિશ્વસનીયતા પર લોકમત તરીકે નિહાળી. તે ભારતીય કં૫નીઓના ઇતિહાસમાં સૌથી વિરાટ રાઇટ્સ ઇશ્યૂમાંનો એક હતો એક એવા સમયે જ્યારે કેટલાક લોકોએ શંકા પેદા કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે આપ સહુનો પ્રતિભાવ ખૂબ જ સ્પષ્ટ હતો. આપે ખાતરીબધ્ધ જોરદાર સહભાગી બની જવાબ આપ્યો અને ભારતના નિર્માણની રફતાર ચાલુ રાખવામાં મદદ કરવા માટે આપે અમને આદેશ આપ્યો.

રાષ્ટ્ર નિર્માણની આ ભાવનાને સાચા અર્થમાં અભિવ્યક્ત કરવા આ વર્ષે મારા સંબોધનનો વિષય – ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવો, બુદ્ધિનો લાભ લેવા આસપાસ કેન્દ્રિત રાખ્યો છે. હવે આ બે અલગ પ્રાથમિકતાઓ નહી પણ તે ભારતની તાકાતને આકાર આપી ભારતના સાર્વભૌમત્વને સુરક્ષિત કરનારા અને આ સદીની નિર્ણાયક શક્તિઓમાંની એક બનવાની ભારતની યાત્રાને વેગવંતી કરનારા બે વૈશ્વિક એન્જિન છે.

આપણી કંપની હવે ખૂબ જ ઓછી વૈશ્વિક કંપનીઓમાંની એક છે જે ભવિષ્યની પ્રતિક્રિયા આપી રહી નથી પરંતુ તેના માટે સજ્જ છે. હકીકત એ છે કે આપણે વર્ષોથી આ દિવસ માટે સ્થિતિનું નિર્માણ કરી રહ્યા છીએ. જ્યાં ભૂ-રાજકીય ઉણપો વધુ ઘેરી બનશે, પુરવઠા શૃંખલાઓ વિભાજીત થશે અને ઊર્જા સુરક્ષા વ્યૂહાત્મક પ્રાથમિકતા તરીકે પાછી આવશે એવું વિશ્વ એક નવા યુગમાં પ્રવેશી રહ્યાનું શરૂઆતમાં આપણે જોયું હતું અને આપણે એવું પણ નિહાળ્યું હતું કે ટેકનોલોજીકલ નેતૃત્વ અને સાર્વભૌમત્વ માટેની સ્પર્ધા મહત્વાકાંક્ષા દ્વારા નહીં, પરંતુ માળખાગત સુવિધાઓ દ્વારા મર્યાદિત હશે.

વધુ વિગતવાર કહું તો, આપણા માળખાગત ભાગોને આપણી તાકાત કેવી રીતે જોડે છે તેમાં સમાયેલી છે. ખાણકામ અને વીજળી ઉત્પાદનથી લઈને ટ્રાન્સમિશન અને વિતરણ, બંદરો અને લોજિસ્ટિક્સથી લઈને ડેટા સેન્ટરો અને પરિપૂર્ણતા કેન્દ્રો અને રસ્તાઓથી લઈને પાણી સુધી બુદ્ધિના યુગને શક્તિ આપવા માટે આપણી પાસે જરૂરી માળખાગત સુવિધાઓના દરેક મહત્વપૂર્ણ સ્તરને જોડવાની ભરપૂર ક્ષમતા છે.

 આપણે જે ગતિએ નિર્માણ કરી રહ્યા છીએ તે તેના કદને કેદ કરે છે તેના વિષે થોડી આંકડાકીય વિગતોથી શરૂઆત કરું તો વિત્ત વર્ષ ૨૫-૨૬ માં આપણે હાર્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂ. ૧. લાખ કરોડથી વધુનું વિક્રમી મૂડી રોકાણ કર્યું. તેના પરિપ્રેક્ષ્યમાં ભારતના કુલ નવા ખાનગી-ક્ષેત્રના મૂડી ખર્ચના ૩૦% થી વધુનું આ વર્ષ  પ્રતિનિધિત્વ કરે છે.

એક નાણાકીય સંખ્યા કરતાં આપણા માટે આ સવિશેષ છે. તે શ્રધ્ધાનું નિવેદન છે.  રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનો આનાથી વધુ કોઈ મજબૂત પુરાવો હોઈ શકે નહીં, બીજું, ભારતના આગામી અધ્યાયને પ્રચંડ બળ આપતી માળખાગત સુવિધાઓમાં સતત રોકાણ કરવાનો આપણો અભિગમથી વિશેષ મજબૂત પુરાવો હોઈ શકે નહીં.

 છેલ્લા વર્ષમાં આપણે શું યોગદાન આપયું તેના કેટલાક મૂર્ત ઉદાહરણો આપું તો, અદાણી એનર્જી સોલ્યુશન્સમાં, આપણી ટ્રાન્સમિશન ઓર્ડર બુક વધીને રૂ. ૭૨,૦૦૦ કરોડે પહોંચી છે. ખાવડામાં આપણે સાઉથ ઓલપાડ HVDC લાઇન સહિત અનેક મોટા પ્રકલ્પો સુરક્ષિત કર્યા, જે HVDCની પુરવાર થયેલી ક્ષમતા ધરાવતા ભારતના એકમાત્ર ખાનગી ક્ષેત્રના ખેલાડી તરીકેની આપણી સ્થિતિને મજબૂત ઉંચાઇએ મૂકે છે.

અદાણી પાવરમાં આગામી પાંચ વર્ષમાં ૪૫ ગીગવોટની ક્ષમતાને આંબવાના લક્ષ્ય સાથે ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો ખાનગી ક્ષેત્રનો રુ.૨ લાખ કરોડથી વધુનો પાવર કેપેક્સ કાર્યક્રમનો આપણે અમલ કરી રહ્યા છીએ.

ભૂતાન સરકારના ડ્રુક ગ્રીન પાવર કોર્પોરેશન (DGPC) સાથે ભાગીદારી કરવાનું પણ આપણને ગૌરવ છે. આ ભાગીદારીના ભાગ રૂપે અદાણી ગ્રુપ અને DGPC ભૂતાનમાં સાથે મળી ૫,000 મેગાવોટની ક્ષમતાનો હાઇડ્રોપાવર પ્રકલ્પ વિકસાવશે.

અદાણી એટોમિક એનર્જી મારફત પરમાણુ ઊર્જામાં આપણું પદાર્પણ ભારતના લાંબા ગાળાના ઊર્જા ભવિષ્યને સુરક્ષિત કરવા તરફનું એક વધુ આત્મવિશ્વાસભર્યું પગલું છે. આ માટે જમીન નિશ્ચિત થઇ ગઇ છે. ચોવીસ કલાક સ્વચ્છ વીજળીની વધતી જતી રાષ્ટ્રીય માંગને પૂર્ણ કરવા માટે ૨૦૩૫ સુધીમાં ૧૦ ગીગાવોટની લક્ષ્યાંકિત ક્ષમતા હાંસલ કરવા માટે આગોતરું આયોજન કરી રહ્યા છીએ.

અદાણી ટોટલ ગેસએ, આપણે ૧૧ લાખથી વધુ આવાસોને પાઇપ્ડ નેચરલ ગેસથી આવરી લેવાનું મહત્વપૂર્ણ સીમાચિહ્ન વટાવ્યું છે. સાંપ્રત સમયની ભૂ-રાજકીય પરિસ્થિતિને ધ્યાને લઇ વધુ સુલભ ગેસની ભારતની વધતી માંગને પહોંચી વળવા માટે આપણા PNG પ્રકલ્પોને આપણે વધુ વેગવાન કરી રહ્યા છીએ.

૨૦૨૫-૨૬માં અદાણી પોર્ટ્સે ૫૦૦ મિલિયન ટનથી વધુ કાર્ગોનું સંચાલન કર્યું

કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સની વાત કરું તો, નાણા વર્ષ ૨૦૨૫-૨૬માં અદાણી પોર્ટ્સે ૫૦૦ મિલિયન ટનથી વધુ કાર્ગોનું સંચાલન કરી રાષ્ટ્ર માટે એક અજોડ બેન્ચમાર્ક સ્થાપ્યો છે. ૨૦૩૦ સુધીમાં એક અબજ ટન કાર્ગોનું સંચાલન કરવાની સ્પષ્ટ દિશા દોરી છે.

મને કહેતા વિશેષ ગૌરવ થાય છે કે વૈશ્વિક દરિયાઈ માર્ગ પરના સૌથી વ્યૂહાત્મક બંદરોમાંના એક વિઝિંજમ બંદરે પહેલા જ વર્ષે ૧ મિલિયન TEUs ને પાર કરીને વિક્રમ સર્જ્યો છે. કોઈપણ ભારતીય બંદર દ્વારા પ્રાપ્ત કરાયેલી આ સૌથી ઝડપી ગતિ કરવા સાથે વૈશ્વિક ટ્રાન્સશિપમેન્ટ નકશા પર ભારતના આગમનનો મજબૂત ટકોરો છે.

એરપોર્ટના ક્ષેત્રમાં નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉદઘાટન અને ગુવાહાટી એરપોર્ટ પર નવી સંકલિત ટર્મિનલ બિલ્ડિંગ સાથે આપણે બે નિર્ણાયક સીમાચિહ્નો પ્રાપ્ત કર્યા છે, આપણા આદરણિય વડાપ્રધાને આ બંનેનું લોકાર્પણ કર્યું હતું. આ બંને એરપોર્ટે આ વર્ષની શરૂઆતમાં  વિશ્વના સૌથી મનોરમ્ય સાત એરપોર્ટની યાદીમાં સ્થાન મેળવ્યું હતું. ગત ડિસેમ્બરમાં નવી મુંબઈમાં જ્યારે કામગીરી આરંભાઈ તે ભારતના ઉડ્ડયન ક્ષેત્ર માટે એક ગૌરવની ક્ષણ હતી.  ૯૦ મિલિયન મુસાફરોની ક્ષમતા ધરાવતું આ એરપોર્ટનું નિર્માણ ફક્ત ચાર વર્ષમાં વિક્રમજનક સમયગાળામાં સંપ્પન થયું હતું.

ડિજિટલ અને ઔદ્યોગિક માળખાગત સુવિધાઓમાં, આપણો ડેટા સેન્ટર વ્યવસાય ૨૦૩૦ સુધીમાં ૩ ગીગાવોટની ક્ષમતાના પ્લેટફોર્મનું નિર્માણ કરવાની દિશામાં મજબૂતીથી આગળ વધી રહ્યો છે. વિશાખાપટ્ટનમમાં ગૂગલ સાથે ગીગાવોટ-સ્કેલ ડેટા સેન્ટર માટે કરવામાં આવેલો બંધનકર્તા સમજૂતિ  કરાર ડિજિટલ માંગના સ્કેલ અને ગૂગલ, માઇક્રોસોફ્ટ, ઉબેર અને ફ્લિપકાર્ટ જેવા વૈશ્વિક ટેકનોલોજી અગ્રણીઓએ આપણી ક્ષમતાઓ પર મૂકેલા વિશ્વાસનું પ્રતિબિંબ છે.

અદાણી સમૂહના ખાણકામ સેવાઓના વ્યવસાયમાં નવા ચાર MDO કરારોએ આપણી ક્ષમતાને વાર્ષિક ૧૪૫ મિલિયન ટનના રેકોર્ડ સ્તરે પહોંચાડી છે જેના કારણે ભારતના સૌથી મોટા ખાનગી ખાણકામ વ્યવસાયકર્તા તરીકે આપણી સ્થિતિ વધુ મજબૂત થવા સાથે વ્યાપક ઔદ્યોગિક અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ સંસાધન પ્રવાહને સુરક્ષિત કરવામાં મદદ મળી છે.

અદાણી સિમેન્ટ મારફત આપણે ચેનાબ રેલ્વે બ્રિજથી નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને અમદાવાદમાં ઉમિયા ધામ ફાઉન્ડેશન સુધીના પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પ્રકલ્પોમાં યોગદાન આપ્યું છે.  પાછલા એક વર્ષમાં આપણું સિમેન્ટ પ્લેટફોર્મ નોંધપાત્ર રીતે વિકસ્યું છે, જેની ક્ષમતા વધીને પ્રતિ વર્ષ કુલ ૧૧૦ મિલિયન મેટ્રિક ટન થઈ છે.

સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રમાં મજબૂત બનેલી મહત્વાકાંક્ષાની પરિપૂર્તિરુપે લિયોનાર્ડો અને એમ્બ્રેર સાથેની આપણી ભાગીદારીથી ભારતમાં સંકલિત હેલિકોપ્ટર અને પ્રાદેશિક વિમાન ઉત્પાદન ઇકોસિસ્ટમ માટે પાયો નાખવામાં મદદ મળી રહી છે. ઉત્પાદન, MRO, સેવાઓ અને પાઇલટ તાલીમને આવરી લેતા એક રાષ્ટ્રીય એરોસ્પેસ પ્લેટફોર્મનું આપણે નિર્માણ કરી રહ્યા છીએ.

મને એ પણ કહેવાનો લાભ મળ્યો છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન આપણા ડ્રોન, એન્ટી-ડ્રોન સિસ્ટમ્સ, મિસાઇલો અને દારૂગોળાએ આપણા સશસ્ત્ર દળોને સૌથી મહત્વના સંકટ સમયે ટેકો આપ્યો હતો.

કર પછીનો નફો પણ ૧૩.૯% વધીને રૂ. ૪૬,૩૭૬ કરોડ થયો

આપણા નાણાકીય પ્રદર્શનની વાત કરું તો  ગત નાણા વર્ષ આપના સમૂહ માટે લગાતાર શિસ્તબદ્ધ વૃદ્ધિ અને મજબૂત અમલીકરણનું બીજું વર્ષ હતું. આપણા એકીકૃત પોર્ટફોલિયોની આવક રૂ. ૨.૯૨ લાખ કરોડ રહી હતી, જે વાર્ષિક ધોરણે ૭.૪% ની વૃદ્ધિ દર્શાવે છે. એબિડટા રૂ. ૯૪,૮૩૪ કરોડ પર પહોંચ્યો હતો, જેમાં ચોખ્ખા દેવા-થી-એબિડટા ૩.૩ ગણો મળ્યો હતો, જે આપણા ઓપરેટિંગ વ્યવસાયોની મજબૂતાઈ અને સ્થિતિસ્થાપકતા દર્શાવે છે. કર પછીનો નફો પણ ૧૩.૯% વધીને રૂ. ૪૬,૩૭૬ કરોડ થયો છે, જ્યારે આપણો રોકડ પ્રવાહ રૂ.૬૭,૯૯૫ કરોડ થયો છે.

આપણે આપણા શ્રમજીવી-ગૌરવને પરિવર્તનના કેન્દ્રમાં મૂકી રહ્યા છીએ. આપણા પોતાના અને કોન્ટ્રાક્ટરના મળી આશરે ચાર લાખ કર્મચારીઓમાંથી લગભગ ૮૫% લોકો એવા છે જે આપણી સાઇટ્સ ઉપર જમીન પર કામ કરે છે. આ એવા લોકો છે જે આપણી યોજનાઓને વાસ્તવિકતામાં ફેરવે છે. ત્યારે પ્રત્યેક શ્રમિક સાથે સન્માનજનક વર્તન કરવામાં આવે તેની ખાતરી કરવા માટે આપણે પ્રતિબદ્ધ છીએ. આનો મતલબ એ છે કે તેઓ માટે રહેવાની સ્વચ્છ પરિસ્થિતિ, સ્વચ્છ ખોરાક, તબીબી સહાયની પહોંચ, કાર્યસ્થળે સલામત વાતાવરણ અને વાજબી વેતનની સમયસર ચૂકવણી.

ફાઉન્ડેશન દેશના ૨૨ રાજ્યોના ૭,૦૦૦ ગામડાઓના ૧ કરોડ મિલિયન લોકો સુધી પહોંચ્યું

હાલમાં ફાઉન્ડેશન દેશના ૨૨ રાજ્યોના ૭,૦૦૦ ગામડાઓના મળીને લગભગ ૧ કરોડ મિલિયન લોકો સુધી પહોંચ્યું છે તેના ૩૦મા વર્ષમાં સીમાચિહ્નરૂપ પ્રવેશની વેળાએ ડૉ.પ્રીતિ અદાણીના સક્ષમ અને સંવેદનશીલ નેતૃત્વ હેઠળ ફાઉન્ડેશન અભૂતપૂર્વ સ્કેલ અને દૃઢતા સાથે તેના મિશનને વધુ ગાઢ બનાવી રહ્યું છે. અદાણી હેલ્થ સિટી આપણી આરોગ્ય સંભાળની સફરમાં વધુ એક નિર્ણાયક પગલું છે, જેમાં અમદાવાદ અને મુંબઈમાં ૧,૦૦૦ બેડની મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલો, મેડિકલ કોલેજો, ટ્રાન્ઝિશનલ કેર અને સંશોધન સુવિધાઓને એકસાથે લાવવા માટે સંકલિત આરોગ્ય કેમ્પસનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

કૌશલ્ય વિકાસની વાત કરું તો આપણે ગ્રામીણ ભારતમાં ૧.૨૫ લાખથી વધુ યુવાનોને કૌશલ્યની તાલીમ આપી મહત્વાકાંક્ષાને રોજગાર ક્ષમતામાં અને રોજગારક્ષમતાને આત્મ ગૌરવમાં ફેરવી રહ્યા છીએ. આમ જ્યારે હું આપણી સફર પર નજર નાખું છું ત્યારે મારી નજરમાં ભારતને સશક્ત બનાવતી માળખાકીય સુવિધાઓ અને સમાજના દરેક સ્તરે માનવ ગૌરવ સુનિશ્ચિત કરતી સંસ્થાઓનું નિર્માણ કરવાનો મને એક સંકલિત હેતુ દેખાય છે.  આ ભાવના સાથે આપણે હવે ભવિષ્યમાં ડગ મૂકીએ છીએ અને તેથી કૃતજ્ઞતાના કેટલાક શબ્દો સાથે હું સમાપન કરું છું. જેમ જેમ આપણું ભારત આકાર લઈ રહ્યું છે, ત્યારે મને વ્યવસાયની ભાષામાં નહીં, પરંતુ આપણા રાષ્ટ્રની ભાષામાં કહેવાની રજા લઉ છું.

તો આ વર્ષ એવું આકાર લે કે જે આપણને આપણા નિર્માણ માટે યાદ કરવામાં આવે. જ્યારે નિર્માણ કરવું સૌથી મુશ્કેલ હતું ત્યારે અમે નિર્માણ કર્યું. જ્યારે માનવું સૌથી મુશ્કેલ હતું ત્યારે અમે માનતા હતા અને, અમે સાબિત કર્યું કે સ્થિતિસ્થાપકતા આપણા માટે જીવનનો એક માર્ગ છે. હા, ભવિષ્ય પહેલા કરતાં વધુ મહત્વાકાંક્ષા, વધુ શિસ્ત અને વધુ અમલીકરણની માંગ કરશે. પરંતુ તે માટે સાથે મળીને, આપણે સજ્જ છીએ – નિર્માણ માટે તૈયાર છીએ, સેવા કરવા માટે તૈયાર છીએ, અને ભારતને આકાર આપવામાં મદદ કરવા તૈયાર છીએ જેના શ્રેષ્ઠ દિવસો આવી રહ્યા છે.

ધન્યવાદ.

જયહિંદ

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)