Stock Market Today: સેન્સેક્સમાં 1400 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 25700 પાર, જાણો કારણો
અમદાવાદ, તા. 25 નવેમ્બરઃ વૈશ્વિક શેરબજારમાં શુષ્ક માહોલ વચ્ચે ભારતીય શેરબજાર આજે આકર્ષક ઉછાળા સાથે આગળ વધ્યા છે. સેન્સેક્સ 1386 પોઈન્ટના ઉછાળે ખૂલ્યા બાદ થોડી જ ક્ષણોમાં 1446 પોઈન્ટના ઉછાળે 83900 તરફ આગેકૂચ કરી રહ્યો હતો. નિફ્ટીએ 25700નું લેવલ ક્રોસ કરી 25775.50ની ટોચ નોંધાવી હતી. જે 9.30 વાગ્યે 424 પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો.
બેન્કિંગ અને આઈટી શેર્સમાં મોટાપાયે લેવાલી જોવા મળી હતી. એચડીએફસી બેન્ક 3.52 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક 3.35 ટકા, ઈન્ફોસિસ 3.12 ટકા, બજાજ ફાઈનાન્સ 2.69 ટકા ઉછાળે કારોબાર કરી રહ્યા હતા.
શેરબજારમાં ઉછાળા પાછળના કારણોઃ
ક્રૂડમાં કડાકો, ડોલર નબળો પડ્યોઃ વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવમાં સતત ઘટાડો તેમજ ડોલર ઈન્ડેક્સ નબળો પડતાં બજારને ટેકો મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડ 1.44 ટકા ઘટાડે 90 ડોલર આસપાસ ક્વોટ થઈ રહ્યું છે.
એફઆઈઆઈ ખરીદીઃ વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાં નીચા મથાળે ખરીદી વધારી રહ્યા છે. નવેમ્બરમાં અત્યારસુધીમાં એફઆઈઆઈએ રૂ. 1.18 લાખ કરોડની ખરીદી નોંધાવી છે.
સ્ટોક સ્પેસિફિક ખરીદીઃ છેલ્લા કેટલાક મહિનાથી બજારમાં મંદીનું જોર રહ્યા બાદ રોકાણકારો હવે ફાઈનાન્સ,બેન્કિંગ, આઈટી, ઓટો સહિતના સેક્ટરમાં નીચા મથાળે ખરીદી વધારી રહ્યા છે. લાર્જકેપ શેર્સમાં વેલ્યૂ બાઈંગ વધતાં બજારને ટેકો મળ્યો છે.
નિષ્ણાતના મતે શેરબજારનું વલણ
“એઆઈ ટ્રેડમાં થયેલા ફેરફારને કારણે વૈશ્વિક ઇક્વિટી બજારોમાં અસ્થિરતા વધી રહી છે. જ્યારે નાસ્ડેક ઘટે છે ત્યારે દક્ષિણ કોરિયા, તાઇવાન અને જાપાન જેવા અન્ય એઆઈ બજારો પણ ઘટે છે; જ્યારે નાસ્ડેક પાછો ઉછળે છે, ત્યારે આ એઆઈ ટ્રેડ-પ્રભુત્વ ધરાવતા બજારો પણ પાછા ઉછળે છે. ડેરિવેટિવ્ઝ ટ્રેડ બજારમાં નીચે અને ઉપરની ચાલને વધુ ખરાબ કરી રહ્યું છે, જેમ કે ગયા સોમવારે ભારતમાં થયું હતું.
રોકાણકારોએ આ અતિ સટ્ટાકીય વેપાર સાથે સંકળાયેલા આ જંગલી ચાલ અને ઘોંઘાટને અવગણવું જોઈએ અને ફંડામેન્ટલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ફંડામેન્ટલ્સના દૃષ્ટિકોણથી, ભારતીય બજાર સ્થિતિસ્થાપક દેખાય છે. ભારત પ્રત્યે FII વલણનો સંપૂર્ણ ઉલટું ભારતમાં FII રોકાણમાં પ્રતિબિંબિત થાય છે, જે આ મહિનામાં અત્યાર સુધીમાં $13.2 બિલિયનનો રેકોર્ડ છે.
એ સમજવું મહત્વપૂર્ણ છે કે ભારતના સુધારેલા ફંડામેન્ટલ્સ, જેમ કે Q2 માં નિફ્ટી 50 ના પ્રભાવશાળી 27% કમાણી વૃદ્ધિમાં પ્રતિબિંબિત થાય છે, તે FII ના વધતા પ્રવાહને ટેકો આપવાની અને પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે. બજાર પ્રત્યે સ્થિતિસ્થાપકતા દર્શાવે છે..” (સ્ત્રોત NSDL)
–ડો. વી. કે. વિજયકુમાર, ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ, જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ
