અદાણી એન્ટરપ્રાઇસ જાન્યુઆરીમાં રૂ. 20,000 કરોડના મેગા FPO માટે ફાઇલ કરે તેવી શક્યતા
અમદાવાદઃ ગૌતમ અદાણીની આગેવાની હેઠળની અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇસિસ આ મહિનાના અંતમાં રૂ. 20,000 કરોડના મેગા FPO માટે માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP) ફાઇલ કરે તેવી શક્યતા છે. FPO માટેના રોડ શો ડિસેમ્બરમાં શરૂ થયા હતા અને તે ચાલુ છે અને અદાણી એન્ટરપ્રાઇઝ આગામી થોડા અઠવાડિયામાં RHP ભરવાની પ્રોસેસ શરૂ કરે તેવું સૂત્રોનું કહેવું છે. અદાણી એન્ટરપ્રાઇઝ રિટેલ HNIને ટેપ કરવાનું વિચારશે અને તેઓ સ્ટોકમાં તરલતા વધારવા પણ ઈચ્છે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અદાણી એન્ટરપ્રાઈઝ સેબીની “ફાસ્ટ-ટ્રેક એફપીઓ” મિકેનિઝમ હેઠળ આ સોદો શરૂ કરવા માંગે છે. 9 જૂન, 2020 ના રોજ, સેબીએ લિસ્ટેડ કંપનીઓ દ્વારા વધુ જાહેર ઓફરોને ફાસ્ટ-ટ્રેક કરવા માટે લાગુ પડતી પાત્રતાની શરતોમાં રાહત આપતો પરિપત્ર બહાર પાડ્યો હતો. જો તે ફળીભૂત થાય છે, તો અદાણી એન્ટરપ્રાઇસિસ FPO યસ બેંકના અગાઉના રેકોર્ડને તોડીને, સૌથી મોટો હશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)