અમદાવાદ: crypto કરન્સી માર્કેટ દેશમાં ઝડપથી ફૂલી-ફાલી રહ્યું છે. તેમાંય ચાલુ નાણાકીય વર્ષમાં થોડા સમય પહેલાં જ આરબીઆઈએ ડિજિટલ રૂપિ લોન્ચ કરી crypto કરન્સી માટે આશાનું કિરણ સર્જ્યું છે. 1લી ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં crypto નિષ્ણાતો, crypto એક્સચેન્જીસ અને crypto રોકાણકારો આ મામલે અનેક સુધારા થવાની અપેક્ષા રાખી રહ્યાં છે.

2022ના બજેટમાં cryptoકરન્સી ટ્રાન્જેક્શનમાં થતા તમામ લાભો પર 30 ટકા ટેક્સ અને પ્રત્યેક ટ્રાન્જેક્શન પર 1 ટકા ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (TDS)ની જાહેરાત કરવામાં આવી હતી. જેની ભારતીય crypto માર્કેટ પર વિપરિત અસર થઈ હતી. ટેક્સ ચોરીનું પ્રમાણ વધ્યું હતું. જેને ધ્યાનમાં રાખતાં આ બજેટમાં  ભારત સરકાર crypto માટે ચોક્કસ પ્રકારનું નિયમન લાદે તેવી અટકળો ચાલી રહી છે. ફાઈન્ડરના cryptoકરન્સી એડોપ્શન ઈન્ડેક્સ 2022 (Crypto Finders)એ અનુમાન લગાવ્યું છે કે ભારતમાં cryptoની માલિકી વૈશ્વિક સરેરાશ કરતાં લગભગ બમણી છે. ભારતમાં crypto યુઝર્સની મોટી સંખ્યા અને તેની સામે સરકારના વલણને ધ્યાનમાં લેતાં બજેટ 2023 cryptoકરન્સી માટે રિગ્રેસિવ ટેક્સ સિસ્ટમ રજૂ કરશે. ટેક્સ એડવાઇઝરી ફર્મ Taxmann સૂચવે છે કે થ્રેશોલ્ડ મર્યાદા કરતાં વધુ cryptoકરન્સીનું વેચાણ અને ખરીદી TDS/TCS જોગવાઈઓમાં લાવવામાં આવે. આ સરકારને crypto રોકાણકારોના ફૂટપ્રિન્ટ્સ હાંસલ કરવામાં મદદ કરી શકે છે.

ટીડીએસ 1 ટકાથી ઘટાડી 0.01 ટકા કરવા માગ

દેશમાં VDA બિઝનેસ ઝડપથી વિકસી રહ્યો છે. ગતવર્ષે કેન્દ્ર સરકાર દ્વારા 30 ટકા ટેક્સ અને 1 ટકા ટીડીએસ લાગૂ થયા બાદ વિવિધ ઈન્ડિયન crypto એક્સેચન્જીસ ખાસ કરીને CoinDCX રોકાણકારોના ટ્રાન્જેક્શન ટ્રેક અને મોનિટર કર્યા હતાં. પરંતુ તેમાંથી મોટાભાગના ભારતીય crypto રોકાણકારો વિદેશી એક્સચેન્જીસ અને DeFi  તરફ ડાયવર્ટ થયાં હતાં. જેનાથી સરકારની આવકમાં નુકસાન થયું હતું. આગામી બજેટમાં સરકાર ટીડીએસનો દર ઘટાડી 0.01 ટકા કરે તેવી સલાહ છે. જેથી બિનનિયંત્રિત વિદેશી એક્સચેન્જીસમાં જતાં એક્સપોઝરને નિયંત્રણમાં લઈ શકાય. – સુમિત ગુપ્તા, કો-ફાઉન્ડર અને સીઈઓ, CoinDCX

લોસને કેરિ ફોરવર્ડ કરવા મંજૂરી આપે કેબિનેટ બજેટ 2022-23માં લાગૂ પાડવામાં આવેલી ટેક્સ સિસ્ટમથી cryptoમાં થતાં નફા પર 30 ટકા ટેક્સ છે. પરંતુ તેની ખોટને સરભર કરવા મંજૂરી નથી. જિયોટસ cryptoએક્સચેન્જના ફાઉન્ડર વિક્રિમ સુબ્બુરાજે cryptoમાં થતી ખોટને સરભર કરવા મંજૂરી આપવા ભલામણ કરી છે. જેથી વિદેશી એક્સચેન્જીસ તરફ ડાયવર્ટ થતાં crypto યુઝર્સની સંખ્યા ઘટે. જેનો લાભ કેન્દ્ર સરકારને cryptoમાંથી થતી આવક સ્વરૂપે થશે