અદાણી એનર્જીએ શરુ કરી 1,000 મેગાવોટ હાઇ-વોલ્ટેજ કરંટની મહત્વની લિંક
મુંબઈ, 14 એપ્રિલ: અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ની પેટાકંપની અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ. એ મુંબઈ અને મુંબઈ મેટ્રોપોલિટન રિજીઅન(MMR) માં વીજળીના આંતરમાળખાને મજબૂત બનાવવાની દીશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરીને કુડુસ અને આરે વચ્ચે 1,000 મેગાવોટ હાઇ-વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ (HVDC) ટ્રાન્સમિશન લિંક શરૂ કરી છે. ગીચ શહેરી વાતાવરણની મર્યાદાઓમાં કાર્ય કરવા સક્ષમ બનાવવાના ધ્યેયથી ડિઝાઇન કરવામાં આવેલા આ પ્રકલ્પમાં 3૦ કિ.મી.ની ઓવરહેડ લાઇન અને 5૦ કિ.મી.ના ભૂગર્ભ કોરિડોરનો સમાવેશ થાય છે, તેમાં વિશ્વનું પ્રથમ કોમ્પેક્ટ HVDC સબસ્ટેશન પણ છે.
ઓક્ટોબર 2020માં મુંબઈમાં સર્જાયેલા બ્લેકઆઉટની સ્થિતિએ મુંબઇ શહેરના વીજ પુરવઠામાં રહેલી નબળાઈઓ ઉજાગર કરી હતી. આવી સ્થિતિનું પુનરાવર્તન ટાળી શકાય તે માટે આ પ્રકલ્પમાં ગ્રીડની સ્થિતિસ્થાપકતા અને વિશ્વસનીયતાને મજબૂત બનાવવા માટેના વ્યાપક દબાણને લક્ષ્યમાં લેવામાં આવી છે.
ભારતના સૌથી વધુ ઉર્જા-સઘન શહેરી ક્લસ્ટરોમાંના મુંબઇ મેટ્રોપોલિટન રીજીઅનમાં પુરા પાડવામાં આવતા વીજ પુરવઠામાં આ વ્યવસ્થા પરિવર્તન દર્શાવવા સાથે વધારાની 1,000 મેગાવોટ ક્ષમતા આ મહાનગરની ઉત્પાદન પર નિર્ભરતા ઘટાડી ગ્રીડની સ્થિતિસ્થાપકતામાં સુધારો કરવા ઉપરાંત મોટા પાયે આઉટેજનું જોખમ ઘટાડે છે.
ખાસ કરીને સાંકડી જગ્યા-અવરોધિત શહેરી વાતાવરણમાં વીજળીના પ્રવાહના ઝડપી અને વધુ સુનિશ્ચિત નિયંત્રણ માટે સક્ષમ બનાવી વોલ્ટેજની સ્થિરતામાં સુધાર સાથે ગ્રીડની વિશ્વસનીયતા વધારતા આ પ્રકલ્પમાં વોલ્ટેજ સોર્સ કન્વર્ટર (VSC) આધારિત HVDC ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
કુડુસ-આરે લિંક પ્રકલ્પ એ વિશ્વભરમાં સૌથી મોટા શહેરી HVDC માંનો એક છે અને તે મુંબઈ બહારથી મેળવાતી વીજળીના હિસ્સામાં નોંધપાત્ર વધારો કરવા ઉપરાંત શહેરમાં વીજ ઉત્પાદન ઉપરનું દબાણ ઘટાડશે. મેટ્રપોલિટન રીજીઅનમાં માંગ અનુસાર ગ્રીડની સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવશે તેવી અપેક્ષા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
