અદાણી પોર્ટે 500 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ કર્યું

અમદાવાદ, 1 એપ્રિલ: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ ભારતની સૌથી મોટી એકીકૃત પરિવહન યુટિલિટી અને દેશનું અગ્રણી પોર્ટ ડેવલપર તેમજ ઓપરેટર છે, ગત નાણાકીય વર્ષમાં 500  મિલિયન ટન કાર્ગો હેન્ડલિંગ કરી એક ઐતિહાસિક માઈલસ્ટોનને પાર કર્યો છે.

1998માં એક પોર્ટ આધારિત વિઝનથી શરૂ કરીને આજે ભારત અને તેની બહાર 19 પોર્ટ અને ટર્મિનલ્સના નેટવર્ક સુધી, અદાણી પોર્ટે ભારતના વેપાર, ઔદ્યોગિક વિકાસ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાનું મહત્વનું પરિબળ બની ગયું છે.

500 મિલિયન મેટ્રિક ટન સુધીની યાત્રા એ સ્કેલ અને પ્રતિબદ્ધતાની સંયુક્ત વિકાસગાથા છે. અદાણી પોર્ટસને પ્રથમ 100 મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચવામાં 16 વર્ષ લાગ્યાં, ત્યારબાદ બીજા 100 મિલિયન મેટ્રિક ટન વધુ ઝડપથી કુલ હેન્ડલીગ ઉમેરાયા છે, જે તેના પ્લેટફોર્મના વધતા સ્કેલ, કાર્યક્ષમતા, સ્થિરતા અને વ્યૂહાત્મક ઊંડાણને દર્શાવે છે.

આ માઈલસ્ટોન સાથે અદાણી પોર્ટસ 2030 સુધીમાં 1 બિલિયન ટન કાર્ગો હેન્ડલિંગના પોતાના આગલા મોટા લક્ષ્ય તરફ મક્કમપણે આગળ વધી રહ્યું છે. આ નવા તબક્કામાં પ્રવેશતાં કંપની માત્ર વિશ્વ-કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં, પરંતુ સ્કેલ, સેવા, ઓપરેશનલ ઉત્કૃષ્ટતા અને રાષ્ટ્રીય હેતુથી વ્યાખ્યાયિત વિશ્વ-કક્ષાની સંસ્થા બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

અદાણી પોર્ટસ એકીકૃત નેટવર્ક:

શ્રેણીવિગતો
પોર્ટ્સભારતના 11,000 કિમી લાંબા કિનારા પર 15 પોર્ટ વ્યૂહાત્મક પૂર્વ-પશ્ચિમ વૈશ્વિક કોરિડોર પર 4 આંતરરાષ્ટ્રીય પોર્ટ
લોજિસ્ટિક્સભારતના 95% હિન્ટરલેન્ડનું કવરેજ સાથે રાષ્ટ્રવ્યાપી કનેક્ટિવિટી `12 મલ્ટીમોડલ લોજિસ્ટિક્સ પાર્ક132 ટ્રેન, 20,૦૦૦+ ટ્રક1.9 લાખ ચો. મીટર વેરહાઉસિંગ સ્પેસ25 એગ્રી સાઇલો
મરીનઆંતરરાષ્ટ્રીય જળમાર્ગોને વૈશ્વિક પોર્ટ સાથે જોડતું118 નિયરશોર ટગબોટ53 ઑફશોર વેસલ37 ફ્લોટિલા વેસલ

અદાણી પોર્ટસ ઍન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વિશે:

એપીએસઈઝેડ, વૈશ્વિક રીતે વિવિધતાવાળા અદાણી ગ્રુપનો એક ભાગ છે, જે કાર્ગો (આંતરરાષ્ટ્રીય ફ્રેઈટ નેટવર્ક)થી પોર્ટ હેન્ડલિંગ, રેલ પરિવહન, મલ્ટીમોડલ લોજિસ્ટિક્સ પાર્ક, વેરહાઉસિંગ અને રોડ પરિવહન દ્વારા એકીકૃત “શોર-ટુ-ડોર” સર્વિસ પૂરી પાડે છે.

આ વ્યાપક “કિનારાથી દરવાજા સુધી”ની ક્ષમતા, અત્યાધુનિક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને AI-આધારિત ઑપ્ટિમાઇઝેશનથી સમર્થિત, એપીએસઈઝેડને ભારતના અગ્રણી એકીકૃત લોજિસ્ટિક્સ સોલ્યુશન પ્રોવાઇડર તરીકે સ્થાપિત કરે છે. કંપની ભારતના પશ્ચિમ, દક્ષિણ અને પૂર્વ કિનારા પર 15 વ્યૂહાત્મક સ્થાને આવેલા પોર્ટ અને ટર્મિનલ્સનું વ્યાપક ઇકોસિસ્ટમ ધરાવે છે, જેની સાથે 127 વેસલનું વિવિધતાવાળું મરીન ફ્લીટ, 12 મલ્ટીમોડલ લોજિસ્ટિક્સ પાર્ક, 3.1 મિલિયન ચો. ફૂટ વેરહાઉસ અને 25,૦૦૦+ ટ્રકની માલિકીના પ્લેટફોર્મ પર કાર્યરત છે, જે કિનારા અને હિન્ટરલેન્ડ બંનેમાંથી વિશાળ કાર્ગો હેન્ડલ કરવાની ક્ષમતા પૂરી પાડે છે.

વર્તમાન કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા 633 મિલિયન ટન પ્રતિ વર્ષ સાથે, એપીએસઈઝેડ ભારતના કુલ પોર્ટ વોલ્યુમના આશરે 28% હિસ્સો ધરાવે છે અને 2030 સુધીમાં 1 બિલિયન ટન થ્રુપુટનું લક્ષ્ય રાખે છે.

2025ના S&P ગ્લોબલ કોર્પોરેટ સસ્ટેઇનેબિલિટી અસેસમેન્ટમાં વૈશ્વિક પરિવહન અને પરિવહન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓમાં ટોપ 5%માં સ્થાન (95મા પર્સેન્ટાઇલ), અને વર્લ્ડ બેંકના કન્ટેઇનર પોર્ટ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ 2024માં પાંચ પોર્ટના સમાવેશ સાથે, એપીએસઈઝેડ સ્કેલ, ઓપરેશનલ ઉત્કૃષ્ટતા અને એકીકૃત ક્ષમતાઓને જોડીને સીમલેસ વૈશ્વિક વેપારને સક્ષમ બનાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)