મુંબઈ, 21 નવેમ્બર: આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિમિટેડ (ABSLAMC) દ્વારા 16મી ઓક્ટોબર, 2023થી 30મી ઓક્ટોબર, 2023 સુધી તેના આદિત્ય બિરલા સન લાઈફ યુએસ ટ્રેઝરી બોન્ડ ETFના ફંડ ઓફ ફંડ્સ NFO માટે લગભગ રૂ. 200 કરોડ ભેગા કર્યા છે. આદિત્ય બિરલા સન લાઈફ યુએસ ટ્રેઝરી 1-3 યર બોન્ડ ETFનું ફંડ ઓફ ફંડ્સ ટૂંકો રોકાણ સમયગાળો અને બહુ જ સંવર્ધક જોખમભૂખ ધરાવતા રોકાણકારો માટે અનુકૂળ છે. આ સાધનોમાં રોકાણના લાભોમાં લાંબા ગાળા માટે મલ્ટી ડિકેડ ઉચ્ચ ઊપજોમાં લોકિંગનો સમાવેશ થાય છે, જે પોર્ટફોલિયોમાં મુદતનો ઉમેરો કરે છે અને મૂડીલાભ કમાણી કરવાની તક આપે છે. નિયામક જોગવાઈઓ અનુસાર મ્યુચ્યુઅલ ફંડ્સ 1 અબજ યુએસ ડોવરની એકંદર ઉદ્યોગ મર્યાદામાં મ્યુચ્યુઅલ ફંડ અનુસાર મહત્તમ 300 મિલિયન યુએસ ડોલરને આધીન એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF(એફ્સ))માં સમુદ્રપાર રોકાણ કરી શકે છે.

યુએસ ટ્રેઝરી ફંડ ઓફ ફંડ્સ NFO કલેકશન પર બોલતાં આદિત્ય બિરલા સન લાઈફ એએમસીના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ એ. બાલાસુબ્રમણિયને જણાવ્યું હતું કે, લગભગ 7000 રોકાણકારોએ આ અજોડ તકનો લાભ લીધો અને NFOમાં રોકાણ કર્યું છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)